ગુજરાત

gujarat

ETV Bharat / city

Ministry of Commerce MoU : UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે થયાં કરાર, સુરતમાં આ વસ્તુના વેપારમાં આવશે મોટો ઉછાળો - Ministry of Commerce MoU

ધી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને(Gems and Jewelery Export Promotion Council ) મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા ભારત – UAE અને ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે (Ministry of Commerce MoU with Australia ) કરાર થયાં છે. આ કારણે હવે સુરતના હીરા ઉદ્યોગને લેબગ્રોન ડાયમન્ડ નિકાસમાં (Lab Grown Diamond Exports )ભારે ઉછાળો જોવા મળશે.

Ministry of Commerce MoU : UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે થયાં કરાર, સુરતમાં આ વસ્તુના વેપારમાં આવશે મોટો ઉછાળો
Ministry of Commerce MoU : UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે થયાં કરાર, સુરતમાં આ વસ્તુના વેપારમાં આવશે મોટો ઉછાળો

By

Published : May 12, 2022, 9:47 PM IST

સુરત : ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ અને (Gems and Jewelery Export Promotion Council ) મિનિસ્ટ્રી ઓફ કોમર્સ (Ministry of Commerce MoU )દ્વારા ભારત – UAE અને ભારત – ઓસ્ટ્રેલિયા(Ministry of Commerce MoU with Australia ) વચ્ચે થયેલ કરાર કારણે હવે સુરતના હીરા ઉદ્યોગને લેબગ્રોન ડાયમન્ડ (Lab Grown Diamond Exports ) નિકાસમાં ભારે ઉછાળો જોવા મળશે આ વાત નિષ્ણાતો માની રહ્યા છે.

એક્સપોર્ટમાં ધરખમ વધારો થશે

નવી આશાઓ જાગી-હાલમાં ભારત અને દુબઈ તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે થકી UAE તેમજ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ડાયમંડ, જ્વેલરી, લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્રે એક્સપોર્ટમાં ધરખમ વધારો થશે જેની સીધી અસર સુરતની હીરા ઈન્ડસ્ટ્રી ( Surat Diamond Industry) પર જોવા મળશે. સુરત વર્ષોથી ડાયમંડ મેન્યુફ્ક્ચરિંગનું હબ રહ્યું છે અને હવે ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અને લેબગ્રોન ડાયમંડના (Lab Grown Diamond Exports ) ગ્રૌઈંગ અને મેન્યુફેક્ચરિંગનું હૂબ બનવા તરફ પણ અગ્રેસર છે. સુરતની જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો ભારતના એક્સપોર્ટમાં એક મોટો હિસ્સો છે. આ કરારોનો મહત્તમ ફાયદો સુરતની જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને થાય તેવી આશાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ Ukraine-Russia war effect : સુરતમાં હીરાઉદ્યોગકારોએ કરી દીધી મોટી જાહેરાત

UAE અને ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય અર્થવાયવસ્થાને નવી ઉન્નતિઓ -સુરતના હીરા વેપારી નિલેશ બોડખીએ જણાવ્યું હતું કે,ઈન્ડિયા – UAE CEPA તેમજ ઈન્ડિયા – ઓસ્ટ્રેલિયા ETCA ની મદદથી બંને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય વ્યાપારને આવનાર વર્ષોમાં ગતિ મળશે. આ કરારો UAE અને ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય અર્થવ્યવસ્થાને નવી ઉન્નતિઓ પર પહોચાડવામાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ કરારોમાં લગભગ બધી જ ઈન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવી છે જે આજ પહેલા ક્યારેય બન્યું નથી. આ કરારો ભારતમાં નવા રોકાણો ને આવકારશે તેમજ કોરોના પછી અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે. તે સિવાય ભવિષ્યના વ્યાપાર માટે પણ માર્ગ મોકળો કરી આપશે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સાથે લેબગ્રોન ડાયમંડના વેપારમાં વધારો જોવા મળશે.

UAEની વસ્તીનો એક તૃતીયાંશ ભારતીયો છે -નિષ્ણાતો માની રહ્યા છે કે, ભારત-UAE CEPA અને ભારત-ઓસ્ટ્રેલિયા ECTA દ્વારા જેમ અને જ્વેલરી ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થશે. આનાથી UAEમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક 10 બિલિયન યુએસડી સુધી વધારવામાં મદદ મળશે અને ઑસ્ટ્રેલિયામાં નિકાસ USD 315 મિલિયનની વર્તમાન નિકાસથી બમણી થવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ Diamond Market surat: યુક્રેન અને રશિયાની તંગદિલીથી ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ

ગુજરાતનો ભારતના કુલ એક્સપોર્ટમાં લગભગ 25% હિસ્સો- ભારત અને યુએઇ બંને દેશો વચ્ચે આ કરાર અંતર્ગત પ્રથમ કનસાઈનમેંટની આપ-લે થયી ચૂકી છે. UAE અને ઓસ્ટ્રેલિયા બંને ભારતના અર્થતંત્ર અને એક્સપોર્ટમાં મહત્વનો ભાગ ભજવે છે. ઓસ્ટ્રેલિયા એ quad નો હિસ્સો છે જે જાપાન અને અમેરિકા સાથેના વ્યાપારનો માર્ગ પૂરો પાડી શકે છે. બે મહત્વપૂર્ણ ભાગીદાર દેશો, UAE અને ઓસ્ટ્રેલિયાને FTAs માટે માત્ર આર્થિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ પસંદ કરવામાં આવ્યા હતા. આ બે દેશોમાં પણ નોંધપાત્ર ભારતીય વસ્તી છે - UAE ની વસ્તીનો એક તૃતીયાંશ ભારતીયો છે, અને તે જ રીતે આપણે ઓસ્ટ્રેલિયામાં 7 લાખ ભારતીયો વસે છે.

ABOUT THE AUTHOR

...view details