ગુજરાત

gujarat

ETV Bharat / city

મેન્ટલ હેલ્થ સુસાઈડ પ્રિવેન્શન ડે : કોરોના કાળમાં અંદાજિત 28 હજાર લોકોને કાઉન્સિલિંગની જરૂર પડી

આજે મેન્ટલ હેલ્થ સુસાઈડ પ્રિવેન્શન ડે છે. એક તરફ સુરતીઓ જાણે કોરોનાને ભુલાવીને જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરતમાં છેલ્લા છ મહિનામાં અંદાજિત 28 હજાર લોકોને કાઉન્સિલિંગની જરૂર પડી છે.

Mental Health Society Prevention Day
મેન્ટલ હેલ્થ સુસાઈટ પ્રિવેન્શન ડે

By

Published : Sep 10, 2020, 1:46 PM IST

સુરત: આજે મેન્ટલ હેલ્થ સુસાઈડ પ્રિવેન્શન ડે છે. એક તરફ સુરતીઓ જાણે કોરોનાને ભુલાવીને જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરતમાં છેલ્લા છ મહિનામાં અંદાજિત 28 હજાર લોકોને કાઉન્સિલિંગની જરૂર પડી છે.

સામાન્ય રીતે જિંદગીથી નાસીપાસ થયેલા લોકો કે, જેઓને આત્મહત્યા કરવાના વિચાર આવે છે, તેઓને કાઉન્સિલિંગની જરૂર પડે છે. પરંતુ આ વખતે કોરોનાથી ગભરાયેલા લોકોને કાઉન્સિલિંગની જરૂર પડી છે. કોરોના પહેલાંના સમયમાં રોજનાં 70 થી 100 ફોન કોલ આવતા હતા. જેમાં 18 થી 35 વર્ષના લોકોને જ કાઉન્સિલિંગની જરૂર પડતી હતી. જોકે, કોરોનાને કારણે હવે રોજના અંદાજિત 200 ફોન કોલ હેલ્પલાઇન નંબર ઉપર કરવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે વિદ્યાર્થી, યુવા, વૃદ્ધ દરેક પ્રકારના લોકોને કાઉન્સિલની જરૂર પડી છે. છેલ્લા મહિનામાં કુલ 28 હજારથી વધુ લોકો કોરોનાને કારણે ટેન્શનમાં આવ્યા છે, અને તેઓએ ખાનગી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ પણ મેળવી છે.

મેન્ટલ હેલ્થ સુસાઈટ પ્રિવેન્શન ડે : કોરોના કાળમાં અંદાજિત 28 હજાર લોકોને કાઉન્સિલિંગની જરૂર પડી

ખાસ વાત એ છે કે, આ હેલ્પલાઈન દ્વારા ફોન જો મિસ થયો હોય તો સામેથી ફરી પાછો ફોન પણ કરવામાં આવે છે. તેમજ દિવસ રાત આ હેલ્પ લાઈન નંબર ચાલુ રાખવામાં આવે છે. ઘણા એવા વ્યક્તિઓએ ફોન કર્યા હતા. જેમાં 22 મિનિટને બદલે ત્રણ કલાકથી વધુ કલાક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.

વાંડરેવાળા ફાઉન્ડેશન મેન્ટલ હેલ્થ ઈન્ડિયા ઈનિશિએટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડૉ.અરુણ જોને કહ્યું કે, અમારી 9 લોકોની ટીમ અલગ અલગ શીફ્ટમાં કાઉન્સિલિંગ કરે છે. 70 ટકા કોલ કોરોનાને કારણે ડિપ્રેશનનાં આવે છે. અનલોક બાદ હાલની સ્થિતિમાં 170-200 રોજના કોલ આવે છે.

ABOUT THE AUTHOR

...view details