સુરત: રૂપાણી સરકારે ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વની જાહેરાત કહી શકાય છે. આ કિસાન સહાય યોજના મુજબ હવે નાના-મોટા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. દર વર્ષે જે રીતે ખેડૂતો દુષ્કાળ, અતિવૃષ્ટી અને માવઠાથી થનારા નુકસાનનો ખેડૂતોને લાભ મળશે.
બીમા પાક પોલિસીમાં નુકસાની વળતર ખૂબ જ ઓછું : ખેડૂત સમાજ જેઓએ વીમાનું પ્રીમિયમ ભર્યા વિના પણ આ યોજનાનો લાભ મળશે. બીજી બાજુ ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યું છે કે ,સરકારે જે યોજના બહાર પાડી છે તે આવકારદાયક છે, પરંતુ જે વીમાની રકમ નુકસાની સામે આપવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછું છે.
સરકારને આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈતી હતી.જેથી આ યોજનાનો પૂરતો લાભ ખેડૂતોને મળી શકે.પરંતુ આ યોજનાથી જ આદિવાસી સમાજના ખેડૂતો છે જેઓને ચોક્કસથી લાભ મળશે. ખેડૂતો સમાજે જણાવ્યું છે કે, જો નુકસાન ૩3 ટકાથી ઓછું એ હશે તો એક પણ રૂપિયો વળતર ચૂકવવામાં આવશે નહીં,બીજી તરફ જો નુકસાની 30 થી 60 ટકા હ.શે તો રૂપિયા 20000 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જો નુકસાન 60 ટકાથી વધુ હશે. તો રૂપિયા 25000 નુકશાની વળતર પેટે આપવામાં આવશે.
જે રીતે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે તે નુકસાની વળતર ખૂબ જ ઓછું ગણવામાં આવી રહ્યું છે. ખેડૂત સમાજ દ્વારા હેકટર દીઠ રૂપિયા 60 હજારનું નુકશાન વળતરની માંગ કરી છે.