ગુજરાત

gujarat

ETV Bharat / city

Labh Pancham 2021: સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આજે ધંધા-વેપારના ફરી કર્યા શ્રીગણેશ, લગ્ન સિઝનમાં 5,000 કરોડના વેપારની આશા

આજે લાભ પાંચમનો પાવન દિવસ છે. ત્યારે સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આજે શુભ મુહૂર્ત પર દુકાનો ફરી ખોલી ધંધા-વેપારની શુભ શરૂઆત કરી છે. જોકે, લાભ પાંચમ નિમિત્તે ટેક્સટાઈલ માર્કેટમાં ફક્ત 15 ટકા જેટલી જ દુકાનો ખોલવામાં આવી હતી. તો વેપારીઓને આશા છે કે, લગ્નસરાના કારણે વેપાર વેગ પકડશે.

Labh Pancham 2021: સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આજે ધંધા-વેપારના ફરી કર્યા શ્રીગણેશ, લગ્ન સિઝનમાં 5,000 કરોડના વેપારની આશા
Labh Pancham 2021: સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આજે ધંધા-વેપારના ફરી કર્યા શ્રીગણેશ, લગ્ન સિઝનમાં 5,000 કરોડના વેપારની આશા

By

Published : Nov 9, 2021, 1:28 PM IST

  • આજે લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્ત પર સુરતના વેપારીઓએ શરૂ કરી દુકાનો
  • સુરતના ટેક્સટાઈલ્સ વેપારીએ શુભ મુહૂર્ત પર દુકાનો ખોલી ધંધા-વેપારની શરૂઆત કરી
  • ટેક્સટાઈલ્સ માર્કેટમાં ફક્ત 15 ટકા જેટલી જ દુકાનો ખોલવામાં આવી હતી
  • વેપારીઓને આશા છે કે, લગ્નસરાના કારણે માર્કેટ સંપૂર્ણપણે વેગ પકડશે

સુરતઃ લાભપાંચમ એટલે માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણ કાળ અને દેવોની દિવાળીની શરૂઆત. આ દિવસનું ઘણું મહત્ત્વ છે. આજે લાભપાંચમના શુભ મુહૂર્ત પર સુરતના ટેક્સટાઈલ્સ વેપારીએ (Textile merchant of Surat) દુકાનો ખોલી ધંધા-વેપારની શરૂઆત કરી હતી. લાભ પાંચમ હોવા છતાં ટેક્સટાઈલ્સ માર્કેટમાં (Textile Market) ફક્ત 15 ટકા જેટલી જ દુકાનો ખોલવામાં આવી હતી. તો વેપારીઓને આશા છે કે, લગ્નસરાના કારણે વેપાર વેગ પકડશે.

આ પણ વાંચોઃLaabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ

વિતેલા દિવસો ભૂલી નવેસરથી વેપારીઓએ દુકાનો ખોલી

માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો આજે પૂર્ણકાળ છે અને દેવોની દિવાળીની આજથી શરૂઆત થઈ રહી છે. આ પર્વને વેપાર-ઉદ્યોગ માટે અતિમહત્ત્વનો દિવસ તરીકે ગણવામાં આવે છે. આ પ્રસંગે સુરતના ટેક્સટાઈલ્સ વેપારીઓએ (Textile merchant of Surat) આજે દુકાનો ખોલી પૂજા-અર્ચનાની સાથે મુહૂર્ત કર્યું હતું. લૉકડાઉન (Lockdown) અને કોરોનાની બીજી લહેર (Corona's Second Wave) બાદ વેપારના વિતેલા દિવસો ભૂલી નવેસરથી વેપારીઓએ દુકાનો ખોલી હતી.

ટેક્સટાઈલ્સ માર્કેટમાં ફક્ત 15 ટકા જેટલી જ દુકાનો ખોલવામાં આવી હતી

આ પણ વાંચોઃવિજાપુરના કુકરવાડા ગામે કાળી ચૌદસની 200 વર્ષ જૂની શેરડીની માંડવીની પરંપરા

લગ્નસરાની સિઝનમાં 4,000થી 5,000 કરોડ રૂપિયાનો વેપાર થાય તેવી આશા

આજે લાભ પાંચમનો દિવસ હોવા છતાં માર્કેટમાં 15 ટકા જ દુકાનો ખૂલી હતી. જોકે, વેપારીઓમાં લાભ પાંચમને (Labh Pancham) લઈ જોઈએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો નહતો. ફોસ્ટાના પ્રમુખ રંગનાથ શારદાએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી આશરે 4,000થી 5,000 કરોડ રૂપિયાનો વેપાર થાય તેવી આશા વેપારીઓએ રાખી છે. સાથે જ પોંગલના પર્વ પર 1,200 કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details