ગુજરાત

gujarat

ETV Bharat / city

Irrigation water facility in olpad : આઝાદી પછી સૌ પ્રથમવાર છીણી ગામને મળ્યું સિંચાઈનું પાણી - ઓલપાડમાં સિંચાઈના પાણીની સુવિધા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છીણી ગામે પાણી મળવાની ખુશી સમાતી નથી. આ ગામમાં પાણી જેવી સુવિધા (Irrigation water facility in olpad) મેળવતાં આઝાદીના 75 વર્ષ કેમ લાગી ગયાં તે જાણવા ક્લિક કરો.

Irrigation water facility in olpad :  આઝાદી પછી સૌ પ્રથમવાર છીણી ગામને મળ્યું સિંચાઈનું પાણી
Irrigation water facility in olpad : આઝાદી પછી સૌ પ્રથમવાર છીણી ગામને મળ્યું સિંચાઈનું પાણી

By

Published : Mar 2, 2022, 8:15 PM IST

સુરતઃ ઓલપાડ તાલુકાના દરિયા કિનારે વસેલા છીણી ગામની વસ્તી 1400 જેટલી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ગામની 600 હેકટરમાં પહેલા માત્ર ચોમાસુ ખેતી પર (irrigation water Facility in gujarat) આધારિત હતી. છીણી ગામના પૂર્વ સરપંચ હિતેશ પટેલે અને માજી સરપંચ નીતિન આહીરે પૂર્વ ધારાસભ્ય અને સાંસદ સહિત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરી સિંચાઈના પાણીની (Irrigation water facility in olpad) સુવિધા માગી હતી.

આ પાણીનો આજુબાજુના 3 ગામને પણ લાભ મળશે

ભૂગર્ભ જળ ખારું છે

આ ગામ અરબી સમુદ્રથી નજીક હોવાથી ગામના ભૂર્ગભનું પાણી ખારૂં છે. જેથી સિંચાઇ પાણીની અન્ય કોઇ સુવિધા (irrigation water Facility in gujarat) ન હોવાના કારણે ગામના ખેડૂતો ચોમાસાનાં વરસાદી પાણીથી ખેતી કરે છે. જેના પગલે ઉનાળામાં ગામના ખેડૂતોને સિંચાઇ પાણી સહિત પશુધન ઉપર જીવન નિર્વાહ કરતા પશુપાલકોના પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા વર્ષોથી સતાવતા લોકો હાલાકીનો(Irrigation water facility in olpad) સામનો કરી રહ્યા હતાં.

આ પણ વાંચોઃ શું સિંચાઈનું પાણી આપવા સરકાર અને નેતાઓ ખેડૂતોના આંદોલનની રાહ જુએ છે? : ખેડૂતો

600 મીટર લાંબી લાઈન નાંખવામાં આવી

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દરિયાકિનારે વસેલા આ ગામમાં ભગર્ભનું પાણી ખારું છે જેથી ખેડૂતો અને પશુપાલકો વર્ષોથી સિંચાઈના પાણી માટે વલખા મારતા હતાં. ખાસ કરીને કાંઠા વિસ્તારમાં ઉનાળા માં ખૂબ જ મુશ્કેલીનો (Irrigation water facility in olpad) સામનો કરવો પડતો હતો. ગ્રામજનોએ લેખિતમાં રજુઆત પણ કરી હતી. બાદમાં તાત્કાલિક સરકાર દ્વારા 20 લાખની 600 મીટર લાંબી લાઈન મંજુર કરી હતી અને આજે આ લાઈન નાખી દેવામાં આવી છે . આ રીતે છીણી ગામમાં આઝાદી પછી પ્રથમવાર સિંચાઈનું પાણી (Chhini village got irrigation water) પહોંચી ગયું છે. સિંચાઈનું પાણી ગામની સીમમાં પહોંચતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. હવે સિંચાઇનું પાણી મળતા બારેમાસ ખેતી (irrigation water Facility in gujarat) કરતા થશે. આ પાણીનો આજુબાજુના 3 ગામને પણ લાભ મળશે. વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!

ABOUT THE AUTHOR

...view details