સુરત : દિલ્હી ખાતે ભારત-યુએઇ (India - UAE Agreement ) કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ 2022-23 (Comprehensive Economic Partnership Agreement ) થયાં છે. જેના કારણે આગામી પાંચ વર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં આયાતમાં નોંધપાત્ર વધારો થશે.
જ્વેલરી પરની જકાત ઘટાડાઇ -ભારત-યુએઇ (India - UAE Agreement )કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (Comprehensive Economic Partnership Agreement )બાદ ભારતમાંથી યુએઇમાં નિકાસ થતી જ્વેલરી પરની આયાત જકાત 5 થી ઘટાડીને શૂન્ય ટકા કરવામાં આવી છે. જયારે યુએઇથી ભારતમાં 120 ટન સોનાની આયાતને 1 ટકા ઓછી ડયુટીને મંજૂરી આપવામાં આવતાં 5 વર્ષમાં આયાત વધીને 200 ટન (India - UAE Business 2022) થશે. યુએઈમાં ભારતીય રત્ન અને ઝવેરાતની નિકાસને રોગચાળાને કારણે અસર પડી હતી અને 2020-21માં 2.7 બિલિયન યુએસ ડોલર સુધી ઘટી ગઈ હતી. આ એગ્રીમેન્ટ બાદ જ્વેલરી સેક્ટરમાં (jwellary Industries)મોટા પ્રમાણે ફેરફાર જોવા મળશે.