ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 8 ઈસમોએ અંગત અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો

સુરતના લીંબાયત વિસ્તારમાં 8 ઈસમોએ અંગત અદાવતમાં યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Surat
Surat

By

Published : Jan 16, 2021, 5:29 PM IST

  • સુરતના લીંબાયત વિસ્તારમાં યુવાન પર હુમલો
  • 7 થી 8 ઈસમોએ યુવાન પર ચપ્પુ વડે કર્યો હુમલો
  • બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સુરત: જિલ્લામાં લીંબાયત સ્થિત આવેલા વિનોબા નગર પાસે 7 થી 8 ઈસમોએ યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હુમલો કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે 8 જેટલા ઈસમો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો અને આ મામલે તપાસ શરુ કરી છે.

હુમલો અગાઉની અંગત અદાવતમાં કરવામાં આવ્યો

સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે આ હુમલો અગાઉની અંગત અદાવતમાં કરવામાં આવ્યો હતો. જો કે હાલ આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details