ગુજરાત

gujarat

ETV Bharat / city

સૂરતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીમંડળે કર્યાં ધરણા

કોરોનાકાળમાં ચારેતરફ શાળાઓએ ઓનલાઈન શિક્ષણના નામે પોતાનાં ખાતાં ચાલુ રાખવાનો કારસો કરી વાલીઓને લૂંટી રહ્યાં હોવાની બૂમાબૂમ છે. સરકાર તરફથી કોઇ ન્યાય ન મળતાં વાલીઓ પોતે જ પોતાની રીતે શાળાઓની ફી ઉઘરાવવાની અયોગ્ય નીતિ સામે પડકાર ઊભો કરી રહ્યાં છે. સૂરત શહેરના વાલીમંડળ દ્વારા ફી મુદ્દે સૂરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધરણાં કરવામાં આવ્યાં હતાં.

સૂરતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીમંડળે કર્યાં ધરણા
સૂરતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીમંડળે કર્યાં ધરણા

By

Published : Jun 20, 2020, 5:24 PM IST

સૂરતઃ સૂરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીમંડળે ધરણાં ર્ક્યાં હતાં. જેમાં સ્કૂલ દ્વારા કરવામાં આવતા ફીના દબાણ તેમ જ ઓનલાઈન શિક્ષણને લઈને વિરોધ નોંધાવ્યો હતો. વાલીમંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધરણા કરી અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ વિવિધ માગણી કરી હતી.

સૂરતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીમંડળે કર્યાં ધરણા

વાલીમંડળે આવેદનપત્રમાં જણાવ્યું હતું કેાં 1 થી 8 ધોરણ સુધી ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે, 3 મહિનાની સ્કૂલ ફી માફ કરવામાં આવે, સરકાર દ્વારા સપ્ટેમ્બર સુધી ફી ભરવાની વાલીઓને છૂટ છે છતાં જે શાળાઓ ફી ઉઘરાવવા દબાણ કરે છે તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. આટલી માગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું. ધરણા કરતી વખતે વાલીમંડળના સભ્યોએ બેનરો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details