ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

સુરતમાં રસીકરણ પૂરઝડપે ચાલી રહ્યું છે. હાલમાં એક દિવસમાં 50 હજાર લોકોને રસી આપવામાં આવી રહી છે. તારીખ 24 જૂનથી જે લોકોનો 84 દિવસનો સમયગાળો પુરો થયો છે તેઓને બીજો ડોઝ આપવામાં આવશે.

xx
સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

By

Published : Jun 19, 2021, 12:52 PM IST

  • સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે
  • મનપાની તમામ તૈયારીઓ પૂર્ણ
  • હાલમાં 1 દિવસમાં 50 હજારથી વધુ રસી આપવામાં આવી

સુરત : 24 મી જુનથી સુરતમાં દરરોજે 50 હજારથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પહેલીથી 7 એપ્રિલ દરમિયાન રોજ 50 હજાર લોકોને વેક્સિન પાલિકા દ્વારા આપવામાં આવી છે અને 24 જૂનના રોજ આ તમામ લોકોના 84 દિવસે પૂર્ણ થશે જેથી 24 મી જુનથી વેક્સિનેશનની સંખ્યામાં વધારો થશે.

ત્રીજી વેવ સામે રસીકરણ જ હથિયાર

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ત્રીજા વેવને નાથવા માટે શ્રેષ્ઠ ઉપાય વેક્સિનેશન છે. સુરતમાં પ્રતિ દિવસ 10,000 વેક્સિનેશન અમે કરતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી આ આંકડો 24 થી 25 હજાર સુધી પણ જાય છે. આગામી દિવસોમાં જે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે એને બમણા કરવામાં આવે એના માટે પણ આયોજન કરવામાં આવ્યા છે.

સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

આ પણ વાંચો : કોવિડ વેક્સિન લગાડવા યુવાનો હાથમાં પેમ્પ્લેટ લઈને સેન્ટરે પહોંચ્યા

તમામ વ્યવસ્થા પૂરી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વેક્સિન વધારેમાં વધારે લોકોને મળે લોકો વાયરસથી બચે તે સુરત મહાનગરપાલિકાનો ઉદ્દેશ છે, આ માટે સામાજિક સંગઠન એનજીઓ અને આગેવાનો દ્વારા પણ આયોજન કરવામાં આવ્યા છે. વેક્સિનેશનનો વધારો થશે આ માટે જરૂરી તમામ વ્યવસ્થા આ અંગે ચર્ચા-વિચારણા બાદ વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : Vaccination Update : સુરત ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ 6,001 લોકોએ Vaccine મુકાવી

ABOUT THE AUTHOR

...view details