- સુરત ગ્રમ્યમાં 6105 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે
- ગયા વર્ષે RTEના 25,000 જેટલા ફોર્મ ભરાયા હતા
- ફોર્મ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે
સુરતઃ ગ્રામ્યમાં RTEમાં 419 શાળાઓમાં 5 હજારથી વધુ બેઠકો માટે RTEના 25 જૂનથી 5 જુલાઈ સુધી કુલ 6,105 જેટલા ફોર્મ(Form) ભરવામાં આવ્યા છે. તેમાં પણ 394 જેટલા ફોર્મ (Form)કેન્સલ કરવામાં આવ્યા છે. અહીં પણ ફોર્મ વેરિફિકેશન(Verification)ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં ખાલી RTEના 24,167 જેટલા આ વર્ષે ભરાયા ફોર્મ આ પણ વાંચોઃ રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી
સુરતમાં શહેરમાં ગયા વર્ષ કરતા ઓછા ફોર્મ ભરાયા છે.
સુરત શહેરમાં RTE હેઠળ ધોરણ-1માં વિના મુલ્યે પ્રવેશ માટે ગયા વર્ષે 25,000થી વધુ ફોર્મ(Form) ભરવામાં આવ્યા હતા, તો આ વર્ષે RTEના ઓછા ફોર્મ ભરાયા છે. બીજી બાજુ જોવા જાઇએ, તો સુરત(Surat) ગ્રામ્યમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક બાજુ ચાલી રહેલો કોરોના(Corona)ના કેહરના કારણકે ઘણા લોકોના ધંધા રોજગારી ઠપ્પ થવાથી ફોર્મ ઓછા ભરાયા છે, કા તો અન્ય કારણ પણ હોઈ શકે છે.
15મી જુલાઈના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (Surat District Education Officer) દ્વારા RTEના ફોર્મ બાબતે કહેવામાં આવ્યું છે કે, RTE માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. 24,000 જેટલા ફોર્મ આવ્યા છે અને 6 જુલાઈથી ફાઇનલ વેરિફિકેશન(Verification) ચાલુ કર્યું છે. વેરિફિકેશન (Verification)કર્યા બાદ 15મી જુલાઈના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જયારે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે, ત્યારે વાલીઓના મોબાઈલ પર મેસેજ મોકલવામાં આવશે કે, તમારા બાળકને આ રીતે એડમિશન આપવામાં આવશે.
આ પરીપત્રક જોઈને જરૂરી ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે
એડમિશન આપ્યા બાદ જે પત્ર હશે, તેને ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે તે પરિપત્ર લઈને સ્કૂલમાં જવાનું રહેશે તથા જે તે સ્કૂલમાં જશે, ત્યાં તેને આ પરીપત્રક જોઈ જરૂરી ડોક્યુમેન્ટ(Document) બતાવવાના રહેશે અને તે ડોક્યુમેન્ટ્સ(Document)ને અપલોડ કરશે. ત્યાં એનું એડમિશન કન્ફોર્મ થશે. આ રીતે સુંદરમજાની કામગીરી થઇ રહી છે. ખુબજ ચોકસાઈ પૂર્વક આ કામગીરી અમારા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ RTEમાં એડમિશન માટે આવકનો દાખલો કઢાવવા વાલીઓને ધક્કા, મુદ્દત વધારવા માગ
સવારે 10.30થી સાંજે 5 વાગ્યા સુધી કોઈ પણ વાલી કોન્ટેક કરી શકે છે
વધુમાં કહ્યુ હતું કે, ગયા વર્ષે RTEના 25,000 જેટલા ફોર્મ ભરાયા હતા અને આ વખતે અમે વારંવાર પ્રેસ-મીડિયાના માધ્યમથી કે જે વાલીઓ છે તેઓ અસલ ડોક્યુમેન્ટ (Document)અપલોડ કરે અમારા દ્વારા મોબાઈલ નંબર પણ આપવામાં આવી છે. તે મોબાઈલ નંબર હજુ પણ ચાલુ જ છે. સવારે 10.30થી સાંજે 5 વાગ્યા સુધી કોઈ પણ વાલી કોન્ટેક કરી શકે છે અને દરરોજ 154 જેટલા ફોન આવે છે.