- સુરતમાં 17 વર્ષના પુત્રનો આપઘાત
- તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
- ફરજ પર હાજર તબીબોએ તને મૃત જાહેર કર્યો
- ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપતા 17 વર્ષના પુત્રનો આપઘાત - ઉમરા પોલીસ
સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેસુ વીઆઇપી રોડ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.
સુરત:વેસુ વીઆઇપી રોડ ખાતે આવેલા ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં યાર્ન વેપારી વિકાસભાઈ જુનજુનવાલા પરિવાર સાથે રહે છે, વિકાસભાઈનાં 17 વર્ષીય પુત્ર તનુશે ઘરમાં પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘરમાં પરિવારના સભ્યોની તનુશ પર નજર પડતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે તનુશને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સાઈકલ ચલાવવા બાબતે આપ્યો હતો ઠપકો
હાલ તનુશના આપઘાતનું પ્રાથમિક કારણ તનુશના પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તનુશ હતાશ થઈ આપઘાત કર્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે હાલ ઉમરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે