- વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી
- સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે
- ફાયર વિભાગ માત્ર સુરત જ નહીં સૌરાષ્ટ્ર માટે પણ એલર્ટ
સુરત:તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળી છે. આ વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. ફાયર વિભાગ માત્ર સુરત જ નહીં સૌરાષ્ટ્ર માટે પણ એલર્ટ છે. સુરતમાં ભારે વરસાદ વચ્ચે આ અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. જ્યારે 18 જવાનોની એક ટીમને સૌરાષ્ટ્રની સ્થિતિ જોતા સ્ટેન્ડ બાય રખાયા છે. જેથી જરૂરિયાત સમય સૌરાષ્ટ્ર આ ટીમને મોકલી શકાય છે.
અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો
વાવાઝોડાને લઈને સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની સામે રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. તંત્રને જાણ થતાં તાત્કાલિક ઝાડ ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નાનપુરા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પર ઝાડ પડ્યું હતું. જેને લઈને એમ્બ્યુલન્સનો ભુક્કો બોલી ગયો હતો. એટલું જ નહીં અડાજણ ચોકસીની વાડી પાસે પણ અનેક ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ જૂની RTO પાસે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બ્રેક રેટિંગ પણ તૂટી ગયા હતા. ફાયર વિભાગને 70થી વધુ કોલ મળ્યા છે. 100થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે.
આ પણ વાંચો:વડોદરામાં તૌકતે વાવાઝોડાનો પડકાર, ‘ખાખી’ હંમેશા છે તૈયાર
બ્રિજ પર વાહન ચલાવવામાં લોકોને હાલાકી સુરત શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર સવારમાં લોકો વાહનો લઈને નીકળ્યા હતા, પરંતુ તેઓ બ્રિજ પર વાહન હંકારી શક્યા ન હતા. કેટલાક લોકોએ તો વાહન દોરીને બ્રિજ પર કરવો પડ્યો હતો. ભારે પવન હોવાથી લોકો વાહન ચલાવી શક્યા ન હતા.
વેક્સિનેશન સેન્ટર પણ સ્થિતિ ખરાબ