ગુજરાત

gujarat

ETV Bharat / city

Holi 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો

સુરતમાં પણ હોળી પર્વની (Holi 2022) ઉજવણી કરાઈ રહી છે. ગુરુકૂળમાં અનોખી હોળી (Unique Holi Celebration at Surat Gurukul )કરી જનજાગૃતિનો પ્રયાસ કરાયો છે. અહી પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Holi 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો
Holi 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો

By

Published : Mar 17, 2022, 7:48 PM IST

સુરત: આજે હોળીનું પર્વ છે. સુરત સહિત દેશભરમાં હોળી પર્વની (Holi 2022) ઉજવણી કરાઈ રહી છે. ત્યારે સુરતના ગુરુકુળમાં અનોખી હોળી (Unique Holi Celebration at Surat Gurukul ) કરી જનજાગૃતિનો પ્રયાસ કરાયો છે. અહી નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો (message to stay away from drugs) આપવામાં આવ્યો હતો.

સુરતના ગુરુકૂળમાં નશીલા પદાર્થોનું દહન કરી હોળી - અહી રહેતા અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સહિત દેશવાસીઓને નશાથી દુર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. અહી કતારગામ પોલીસ મથકના પી.આઈ. બી.ડી. ગોહિલ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત નશાના કારણે માનવીના જીવન પર કેવી ગંભીર અસર થાય છે તે પૂતળાં વડે દર્શાવી ઉદાહરણ પણ આપ્યું હતું. સાથે જ દેશવાસીઓને નશાથી દુર રહેવા અપીલ કરાઈ હતી.

પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં નશીલા પદાર્થોની હોળી કરી

આ પણ વાંચોઃ Holi Festival 2022 : હોળી અને ફુલડોલ ઉત્સવના કારણે દ્વારકાધીશના ક્યારે કરી શકશો દર્શન, જાણો

ગુટખા સિગરેટ તમાકુને સળગાવી હોળી કરવાનું આયોજન - ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવાધન નશાખોરીના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે કતારગામ સ્વામિનારાયણ ગુરુકૂળમાં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગરેટ તંબાકુને સળગાવી હોળી (Holi 2022) કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સરમુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Holi 2022: શા માટે સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે ? જાણો

ABOUT THE AUTHOR

...view details