સુરત: જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં રાત્રીના 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં 100 મિમી એટલે કે અંદાજીત 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
સુરત જિલ્લામાં ભારે વરસાદ, ખેતીના પાકને નુકસાનની આશંકા
બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદ થતાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા શેરડી રોપણીની કામગીરીને અસર થઈ છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ડાંગરના તૈયાર પાકને પણ નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
gujarati news
બારડોલીમાં 2 ઇંચ
કામરેજમાં 1 ઇંચ
માંડવીમાં 2 ઇંચ
માંગરોળમાં 1 ઇંચ
ઓલપાડમાં 1 ઇંચ
રાત્રે વરસેલા વરસાદને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે. બારડોલી અને આજુબાજુના વિસ્તારમાં શેરડી રોપણીની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે તૈયાર કરેલા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેથી રોપણીને અસર થઈ છે.