સુરત: સુરત શહેર માટે સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સમરસ હોસ્ટેલમાંથી 17 અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 3 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. આ સાથે જ સુરતમાં અત્યાર સુધીમાં 39 લોકોએ કોરોનાને માત આપી છે.
સુરત શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ટેસ્ટ જેમ જેમ વધતા હતા તેમ તેમ કોરોનાના કેસોના આંક પણ વધી રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સુરત માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. સુરતની સમરસ હોસ્ટેલમાં 17 દર્દીઓ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 3 દર્દીઓ મળીને કુલ 20 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે.
સુરત માટે સારા સમાચાર, છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓએ કોરોનાને માત આપી
રાજ્યમાંં દિન પ્રતિદિન કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં સુરત શહેર માટે સારા સમાચાર છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 20 કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાઈરસને માત આપી છે. આ તમામ દર્દીઓના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
coronavirus news
તે તમામ દર્દીઓના છેલ્લા બે રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સુરતમાં કુલ 39 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.