ગુજરાત

gujarat

ETV Bharat / city

Gold seized at Surat Airport: મુંબઈના વૃદ્ધ દંપતી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા ઝડપાયા, કઈ રીતે લાવ્યા સોનું, જૂઓ

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતું એક વૃદ્ધ દંપતી ઝડપાયું (Gold seized at Surat Airport) છે. આ દંપતીના શરીરમાંથી 1 કરોડ રૂપિયાનું સોનું પકડાતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી (Couple arrested for smuggling gold) ગયા હતા.

Gold seized at Surat Airport: મુંબઈના વૃદ્ધ દંપતી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા ઝડપાયા, કઈ રીતે લાવ્યા સોનું, જૂઓ
Gold seized at Surat Airport: મુંબઈના વૃદ્ધ દંપતી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા ઝડપાયા, કઈ રીતે લાવ્યા સોનું, જૂઓ

By

Published : Apr 5, 2022, 10:39 AM IST

સુરતઃ આમ તો આરોગ્યને ધ્યાનમાં રાખી વૃદ્ધ દંપતીઓ પાસે યાત્રા દરમિયાન પોતાની માટે દવાઓ અને કેપ્સુલ મળતી (Gold seized at Surat Airport) હોય છે, પરંતુ સુરત એરપોર્ટ પર શારજહાં ઉતરેલા એક વૃદ્ધ દંપતીના શરીરમાંથી એક કરોડનું સોનું (Couple arrested for smuggling gold) પકડાયું છે. આ જોઈને કસ્ટમના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.

દંપતીની તપાસ કરતા સોનું મળ્યું -સુરત એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ (Gold seized at Surat Airport) શંકાના આધારે મુંબઈના 60 વર્ષીય વૃદ્ધ અને તેની પત્નીને અટકાવી તપાસ કરી હતી. 60 વર્ષીય ઈકબાલે તેના ગુદામાં 4 કેપ્સુલ અને પત્ની સુગરાએ 2 કેપ્સુલ છુપાવી હતી. તેનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું.

આ પણ વાંચો-Diamond Smuggling Ahmedabad Airport: એરપોર્ટ પરથી એક કરોડના હીરા સાથે આરોપી ઝડપાયો, કમિશનની લાલચે કરતો દાણચોરી

પૂછપરછ દરમિયાન દંપતી રડી પડ્યું -કસ્ટમના અધિકારીઓએ તેમની તપાસ કરતા તેમાંથી સોનું (Gold seized at Surat Airport) નીકળ્યું હતું. તેના આધારે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં કસ્ટમના અધિકારીઓએ જ્યારે કડક પૂછપરછ હાથ ધરી ત્યારે બંને રડવા પણ લાગ્યા હતા.

આ પણ વાંચો-Red Sandalwood Smuggling In Surat: ખેડૂત બન્યો પુષ્પરાજ, ATSએ 548 કિલો લાલ ચંદન કર્યું જપ્ત

સોનાની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા -દંપતી મુંબઈનું રહેવાસી છે. સુરત શા માટે આવ્યા હતા. તેની પૂછપરછ કસ્ટમ વિભાગના અધિકારીઓએ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતે સોનાની દાણચોરીની (Gold seized at Surat Airport) વાત પણ સ્વીકારી હતી. જ્યારે આ સોનાની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જાણવામાં આવી રહી છે. આ બંને જણા જ્યારે ફ્લાઈટમાં થ્રીડી બોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે જ કસ્ટમના અધિકારીઓ અને તેમની ઉપર શંકા ગઈ હતી અને તેમને રોકીને તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details