ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત અટલ કોવિડ કેર સેન્ટરમાં ઘટ સ્થાપના, કોરોના દર્દીઓ રોજે કરે છે પૂજાઅર્ચના

હાલ નવરાત્રિ ચાલી રહી છે અને કોરોનાની મહામારીને લઈને ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અટલ કોવિડ સેન્ટરમાં નવરાત્રિ નિમિતે સવાર સાંજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં કોરોનાની મહામારી દૂર થાય અને દરેક દર્દીઓ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સુરત અટલ કોવિડ કેર સેન્ટરમાં ઘટ સ્થાપના, કોરોના દર્દીઓ રોજે કરે છે પૂજાઅર્ચના
સુરત અટલ કોવિડ કેર સેન્ટરમાં ઘટ સ્થાપના, કોરોના દર્દીઓ રોજે કરે છે પૂજાઅર્ચના

By

Published : Oct 23, 2020, 4:03 PM IST

  • અલથાણમાં કોવિડ કેર સેન્ટરમાં માતાજીની ઘટ સ્થાપના
  • સવારસાંજ માતાજીની પૂજાઅર્ચના કરી રહ્યાં છે કોરોના દર્દીઓ
  • કોરોનામાંથી દરેક દર્દી ઝડપથી સ્વસ્થ બને તેવી થાય છે પ્રાર્થના

    સુરતઃ હાલ નવરાત્રિ પર્વ ચાલે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે લોકો માત્ર ઘરમાં જ માતાજીનો ગરબો સ્થાપી પૂજા અર્ચના કરી રહ્યાં છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અટલ કોવિડ સેન્ટરમાં દર્દીઓની માનસિક સ્થિતિ સારી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. દરમિયાન નવરાત્રિ પર્વ નિમિતે અહી માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે. જેમાં દરેક દર્દીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ સવાર અને સાંજ માતાજીની પૂજા અર્ચના કરે છે અને કોરોનાની મહામારી દૂર થાય છે. દરેક દર્દીઓ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ પૂજા દરમિયાન સરકારની તમામ ગાઈડ લાઈન અને સોશિઅલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
    કોરોનામાંથી દરેક દર્દી ઝડપથી સ્વસ્થ બને તેવી થાય છે પ્રાર્થના


  • રીકવરી રેટ વધી રહ્યો છે

    ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હતો પરંતુ ધીમે ધીમે મૃત્યુ દર ઘટી રહ્યો છે અને રીકવરી રેટ વધી રહ્યો છે ત્યારે લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details