ગુજરાત

gujarat

ETV Bharat / city

Cricketer Hardik Pandya : સુરતથી હાર્દિક પંડ્યા બન્યો ખુબસૂરત કેમ જાણો - Hardik Pandya cricket training

IPLમાં ગુજરાત (IPL 2022) ટાઇટન ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સુરતથી ક્રિકેટના ક, ખ, ગ ની શરૂઆત (Hardik Pandya Beginning) કરી હતી. હાર્દિક અને કુણાલ પંડ્યા આ બંને ભાઈયોએ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ભાણકી સ્ટેડિયમમાં તાલીમ લીધી (Surat Bhanki Stadium) હતી. આજે ઇન્ડિયન ટીમમાં ઓલરાઉન્ડર પ્લેયર અને IPL માં આજે ગુજરાત (Cricketer Hardik Pandya) ટાઇટન ટીમનો કેપ્ટન છે.

Cricketer Hardik Pandya : કર્ણની ભુમિ પરથી હાર્દીક પંડ્યા ક્રિકેટના ક, ખ, ગની કરી હતી શરૂઆત
Cricketer Hardik Pandya : કર્ણની ભુમિ પરથી હાર્દીક પંડ્યા ક્રિકેટના ક, ખ, ગની કરી હતી શરૂઆત

By

Published : May 28, 2022, 2:54 PM IST

સુરત : દેશમાં હાલ IPL મેચનો દોર ચાલી રહ્યો છે, ત્યારે હવે IPL મેચનું રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા તેમણે પોતાના ક્રિકેટની કારકિર્દીની શરૂઆત સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ ભાણકી સ્ટેડિયમમાંથી (Surat Bhanki Stadium) કરી હતી. તેમની સાથે તેમના ભાઈ કૃણાલ પંડ્યા પણ આજ સ્ટેડિયમમાં ક્રિકેટની તાલીમ લીધી હતી, ત્યારે હાર્દિક અને કુણાલ પંડ્યાને તાલીમ આપનાર કોચે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી છે.

હાર્દીક પંડ્યાએ સુરતથી ક્રિકેટના ક, ખ, ગની શરૂઆત કરી

ફીસ લીધા વગર ટ્રેનિંગ આપી - કોચ સમીર વ્યાસે જણાવ્યું કે, હાર્દિક જ્યારે 4 વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવતો હતો. અમારા કેમ્પસના નેજા હેઠળ ક્રિકેટ, ફુટબોલ અને એથલેટિકના કેમ્પ કરતા હતા. એ સમય દરમિયાન હાર્દિક અને કુણાલ બંને મારી પાસે આવતા હતા. બન્ને ભાઈઓમાં ખૂબ જ ઉત્સાહ ભરીયો ટેલેન્ટ હતો. તે સમય દરમિયાન અમારી કેમ્પની મુલાકાતે કિરણ મોરે આવ્યા હતા. મેં કિરણ મોરે સાથે હાર્દિક અને કુણાલ પંડ્યાને મુલાકાત (Cricketer Hardik Pandya) કરાવી હતી. કિરણ મોરે આ બંને છોકરાઓને એકેડમી વડોદરા ખાતે તાલીમ માટે લઈ ગયા હતા. આ બંને છોકરા પાસે કોઈ પણ જાતની ફી લીધા વગર તેમને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આજે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. આજે સુરતનું ગૌરવ થાય તેવી રીતે આ બંને છોકરાઓ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી રહ્યા છે.

ભાણકી સ્ટેડિયમ

આ પણ વાંચો :SAHA VS KARTHIK: શા માટે કાર્તિકને પસંદ કરવામાં આવ્યો અને સાહાને દરવાજો દેખાડ્યો

ક્રિકેટ તેના બ્લડમાં -કોચે વધુમાં જણાવ્યું કે, નાની ઉંમરથી જ હાર્દિકમાં ખૂબ જ જુસ્સો હતો. કાંકરા હોય કે કાચ હોય તે જોયા વગર ડાઇ મારી દેતો હતો. બોલને છોડતો ન હતો. તેના ગુટણ છોલાઈ જતા તેમ છતાં તરત ઉભો થઇ રમવા મંડતો હતો. ક્રિકેટ તેના બ્લડમાં હોય તેમ કહી શકાય છે. હું એક ગુજરાતી છું તો ગુજરાતની ટીમ જીતવી જોઈએ. અત્યાર સુધી હાર્દિક અને કુણાલ પંડ્યા મુંબઈની ટીમમાંથી રમતા હતા એટલે હું મુંબઈની ટીમને (Gujarat Titan Match) સપોર્ટ કરતો હતો. હવે ગુજરાતની ટીમને સપોર્ટ કરું છું. હવે પછી અમને આવા છોકરાઓ મળશે તો તેમને અમે લોકો મોરે એકદમ વડોદરા ખાતે મોકલવામાં આવશે. આ વિસ્તારના યુવાનો આર્થિક રીતે ખુબ જ નબળા હોય છે. તેમના પરિવાર આ ખર્ચો ઉઠાવી શકે તેમ હોતા નથી. 100 રૂપિયાની ફિસ લઈ બધા છોકરાઓને બોલાવીને અહીં સાધનો (IPL 2022) સાથે ટ્રેનિંગ આપતા હતા.

આ પણ વાંચો :IPL 2022 Qualifier-2: આજે ફાઇનલમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ટક્કરનો મુકાબલો

હાર્દિકમાં એક અલગ ક્રિકેટને જુસ્સો -કોચ અનંત સારંગે જણાવ્યું કે, ચોક્કસપણે વાત કરું તો હાર્દિક પંડ્યા 2004માં અમારી પાસે ટ્રેનિંગમાં હતો. અમે જે ભાણકી સ્ટેડિયમ ઉપર જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કેમ્પમાં કોચ સમીરના નેજા હેઠળ અહીં કેમ્પમાં આવ્યા હતા. એમની રેહવાની વ્યવસ્થા કોચ સમીરે કરી હતી. કોચ સમીરે અમારી સાથે સંકળાયેલા હતા અને કમલેશ સેલરના સૂચનાથી સમસ્ત રાંદેર ગામનાં છોકરાઓ માટે અહીં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમે ક્રિકેટ સાથે ફૂટબોલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.એ સમય દરમિયાન હાર્દિક એ હાર્દિક બનશે એવું અમને (Hardik Pandya training life) કોઈ પ્રકારની ખબર નહિ હતી.

ABOUT THE AUTHOR

...view details