- હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી (cheating)
- હીરાદલાલ અને એક વેપારીએ વેચાણના ઇરાદાથી 9 વેપારીઓ પાસેથી કુલ 1.59 ના હીરા લઈ રૂપિયા ન ચૂકવી
- આરોપી ચતુર અને મયુર વિરુદ્ધ ફરિયાદ થતાં મયુર નામના આરોપીએ ઘરમાં ઝેર પી લીધું
સુરત: પેમેન્ટની ચૂકવણી નહીં કરવી પડે આ માટે હીરા દલાલ અને વેપારીએ હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી (cheating) કરી છે જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે એટલું જ નહીં આરોપી ચતુર અને મયુર વિરુદ્ધ ફરિયાદ થતાં મયુર નામના આરોપીએ ઘરમાં ઝેર પી લીધું હતું. હાલ આરોપીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં તેની હાલત ગંભીર છે.
રેતી ભરીને કરોડો રૂપિયાના હીરા બચાવી છેતરપિંડી કરી છે
સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલ અને એક વેપારીએ વેચાણના ઇરાદાથી 9 વેપારીઓ પાસેથી કુલ 1.59 ના હીરા લઈ રૂપિયા ન ચૂકવી હીરાના પડી ગામમાં રેતી ભરીને કરોડો રૂપિયાના હીરા બચાવી છેતરપિંડી કરી છે. જોકે, પોલીસે હીરા દલાલ અને વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વેપારી મયુરે પોલીસ કસ્ટડીથી બચવા ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આરોપી હીરા દલાલ ચતુર લાલજી પાનસેરીયા અને હીરા વેપારી મયુર સામે પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. બંને પેમેન્ટ ન આપવા પડે એ માટે હીરાનાં પડીકાંમાં રેતી ભરીને આપ્યા હતા.
આ પણ વાંચો:સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ