ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલીમાં PM Modiના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર રહ્યા ઉપસ્થિત, રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આજે 71મો જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે પૈકી રાંધણ ગેસ, અનાજની કિટ વિતરણ અને સરપંચોના સન્માનના કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમામ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, કેબિનેટ પ્રધાન તરીકેનું પદ ગુમાવ્યા પછી બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારનો આ પહેલો કાર્યક્રમ હતો.

બારડોલીમાં PM Modiના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર રહ્યા ઉપસ્થિત, રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું
બારડોલીમાં PM Modiના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર રહ્યા ઉપસ્થિત, રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું

By

Published : Sep 17, 2021, 3:27 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે રાજકોટના બારડોલીમાં યોજાયો કાર્યક્રમ
  • બારડોલીમાં રાંધણ ગેસ, અનાજની કિટ વિતરણ અને સરપંચોના સન્માનના કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમામ પણ ઉપસ્થિત રહ્યા
  • કેબિનેટ પ્રધાન તરીકેનું પદ ગુમાવ્યા પછી બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારનો આ પહેલો કાર્યક્રમ હતો
  • 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ કરનાર ગામના સરપંચોનું કરાયું સન્માન

રાજકોટઃ રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકેનું પદ ગુમાવ્યા બાદ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર આજે (ગુરુવારે) પહેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બારડોલીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાંધણ ગેસ કિટ વિતરણ, અનાજ કિટ વિતરણ અને સરપંચોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ કરનારા ગામના સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ કરનાર ગામના સરપંચોનું કરાયું સન્માન

આ પણ વાંચો-Happy Birthday PM: સુરતના એક કલાકારે MS મેટલથી PM Modiની થ્રીડી ઈમેજવાળી ફ્રેમ બનાવી
તમામ પૂર્વ પ્રધાનોને પોતપોતાના જિલ્લા જ ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી

રાજ્યમાં નવા મુખ્યપ્રધાન બન્યા પછી આખું પ્રધાનમંડળ પણ નવું જ બનાવવામાં આવ્યું છે. ત્યારે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું. જોકે, સરકારના આદેશ બાદ તમામ પૂર્વ પ્રધાનોને પોતપોતાના જિલ્લામાં જ ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી.

રાંધણ ગેસની કિટનું વિતરણ કરાયું
આ પણ વાંચો- વડાપ્રધાનના જન્મ દિવસે મેગા વેકસીનેશન : શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ સેન્ટર ઉભા કરાયા

બારડોલીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

આજે (17 સપ્ટેમ્બરે) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે બારડોલીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા 'ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી' કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે લાભાર્થી મહિલાઓને રાંધણ ગેસ કિટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ કરનાર ગામના સરપંચોનું સન્માન કર્યું હતું.

કેબિનેટ પ્રધાન તરીકેનું પદ ગુમાવ્યા પછી બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારનો આ પહેલો કાર્યક્રમ હતો

હવે બાકી રહેલા લોકોને કોરોનાની રસી લેવા અનુરોધ

તો અન્ય એક કાર્યક્રમમાં પૂર્વ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે લાભાર્થી પરિવારોને અનાજની કિટ વિતરણ કરી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ દિર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતા છે. તેમણે છેવાડાની મહિલાની પણ ચિંતા કરી છે અને તેમને ગેસની સગવડ પૂરી પાડી ધુમાડાથી મુક્તિ આપી છે. તેમણે 100 ટકા રસીકરણ પૂર્ણ કરનાર ગામના સરપંચોને પણ અભિનંદન પાઠવ્યા હતા અને તાલુકામાં સંપૂર્ણ રસીકરણ થાય તે માટે બાકી રહેલા લોકોને રસી જલ્દી રસીના બંને ડોઝ લેવા આહ્વાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details