- ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
- ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ મારવામાં આવ્યું
- 252 કોમર્શિયલ બિલ્ડિંગમાં લગાવવામાં આવ્યા સીલ
સુરત: ફાયર વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જેમાં, મહિધરપુરા, ઘોડદોડ રોડ, ડીંડોલી, ફુલપાડા, મોટા વરાછા જેવા વિસ્તારોમાં ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં ન વસાવતા ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન, જે પણ કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ કોમ્પ્લેક્ષ, રેસ્ટોરન્ટ, હોટલોમાં ફાયરના સાધનોની અપૂરતી સુવિધાના કારણે શુક્રવારે મોડી રાત્રે આ બધા જ વિસ્તારોમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અલગ અલગ વિસ્તારોમાં સીલ મારવામાં આવ્યા
સુરત ફાયર વિભાગના ઓફિસર જગદીશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, શુક્રવારે ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે જગ્યા ઉપર ફાયરના સાધનોની અપૂર્તિ સુવિધા જોવામાં આવી હતી ત્યાં, મોડી રાતે શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા અરિહંત જવેલર્સ, મહિધરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ ટ્રેડ સેન્ટર, પાલનપુર જકાત નાકા પાસે, ઝાંપા બજાર, ફુલપાડા, સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલી એમ્બેસી હોટલ, ડીંડોલી ભેસ્તાન, મોટા વરાછા રાજુ પોઈન્ટ, વેડરોડ ઉપર આવેલ ત્રિભુવન નગરમાં જેવા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર સીલ મારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ