- કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડી 140ટકા વધારવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો
- સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લેતા ઓલપાડના કુદસદ ગામના ખેડૂતોએ સરકારનો આભાર માન્યો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ થયો હતો ખાતરમાં ભાવવધારો
- ઠેરઠેર ખેડૂતોએ કર્યો હતો વિરોધ,કેન્દ્ર દ્વારા પહેલીવાર સબસિડીમાં સૌથી મોટો વધારો
સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ સરકારે DAP ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો હતો,ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે ખાતરની કિંમતો મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરીને કેટલાક મહત્વના નિણર્ય લીધાં હતાં. ખાતરની સબસિડી પર કેન્દ્ર દ્વારા પહેલીવાર સબસિડીમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો ને 140 ટકા કરવામાં આવતાં સબસિડી વધારાને ખેડૂતોએ હોંશભેર આવકાર્યો હતો.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો, ડીએપી પર સબસિડી વધારો થયો