- સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા
- નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ
- રિયલ ડાયમંડની સાથે-સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો
સુરત: રિયલ ડાયમંડની સાથે-સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડ બંનેની કિંમતને લઈ તુલના કરી શકાય નહીં. કારણ કે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના કિંમતમાં ખૂબ જ વધારે ફરક હોય છે. જો આંકડા ઉપર નજર કરીએ તો 2019 નવેમ્બર એક્સપોર્ટમાં ભારતનો કર્ટ અને પોલીશીંગનો બિઝનેશ 620 મિલિયન ડોલરનો હતો. જો કે કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયો છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં 92 ટકા ગ્રોથ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. બે ગણો કરતા પણ વધારાનો બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે.
2020 નવેમ્બરમાં 423 મિલીયન ડોલરનો એક્સપોર્ટ સિન્થેટિક ડાયમંડમાં થયો
રિયલ ડાયમન્ડની સાથે ધીમે-ધીમે ભારતમાં સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શનનો ગ્રોથ પણ વધતો જાય છે. નવેમ્બર 2019માં 276 મિલિયન ડોલર સિન્થેટિક ડાયમંડ જ્વેલરીન એક્સપોર્ટ કરી હતી. જેમાં વર્ષ-2020 નવેમ્બરમાં ભારે ઉછાલો જોવા મળ્યો છે. 2020 નવેમ્બરમાં 423 મિલીયન ડોલરનો એક્સપોર્ટ સિન્થેટિક ડાયમંડમાં થયો છે. કોરોના કાળમાં પણ બે ગણા કરતા વધારે બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે.
સિન્થેટિક ડાયમન્ડ અને જ્વેલરીના એક્સપોર્ટમાં મોટો જમ્પ થશે