- ITERFusion Plasma Reactor પ્રોજેક્ટ હેઠળ એક આર્ટિફિશિયલ સૂર્ય બનાવવામાં આવી રહ્યો છે
- આ વિશાળ પ્રોજેકટમાં ભારત, યુરોપિયન યુનિયન , જાપાન ,સાઉથ કોરિયા , રશિયા , યુએસએ અને ચાઇનાનો સહયોગ
- માત્ર 300 seconds માં તે 500 Mega Watt જેટલી ઊર્જા (દસ ગણી ઊર્જા ) ઉત્પન્ન કરશે
સુરત : ITER- Fusion Plasma Reactor પ્રોજેક્ટ હેઠળ એક આર્ટિફિશિયલ સૂર્ય બનાવવામાં આવી રહ્યો છે તેના જુદાજુદા પાર્ટ છે. સાત દેશો દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારત તરફથી ગુજરાતીઓએ આ પ્રોજેક્ટ માટે Notch Filter device બનાવ્યું છે. જેનું પેટન્ટ પણ કરાવી લેવામાં આવ્યું છે.
વિશ્વના સાત દેશો મળીને ITER- Fusion Plasma Reactor પ્રોજેક્ટ બનાવી રહ્યા વિશ્વના સાત દેશો દ્વારા પર્યાવરણલક્ષી અભિયાન
વીજળી ઉત્પન્ન કરવા માટે અનેક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે મોટાભાગે પર્યાવરણલક્ષી હોતા નથી અને હાલ જે રીતે કોલસા અને અન્ય પ્રાકૃતિક સંસાધનોની અછત સર્જાઇ છે તે વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ત્યારે યુરોપિયન કન્ટ્રીમાં વીજળી ઉત્પન્ન કરવા માટેનું એક ખાસ પ્રકારનું પર્યાવરણલક્ષી અભિયાન (Environmental Electricity) વિશ્વના સાત દેશો દ્વારા હાથ ધરાયું છે. આ પ્રોજેક્ટનું નામ ITER- Fusion Plasma Reactor છે. આ વિશાળ પ્રોજેકટમાં ભારત, યુરોપિયન યુનિયન , જાપાન ,સાઉથ કોરિયા , રશિયા , યુએસએ અને ચાઇના સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. ભારત આ પ્રોજેકટમાં કુલિંગ વોટર સિસ્ટમ, પાવર સપ્લાય, ડાયજ્ઞોસીસ ઇન્સ્ટ્રુમેન્ટ અને ક્રાયોસ્ટેટ જેવા વિવિધ ભાગ બનાવી રહ્યું છે.
આ પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન
I.P.R.-ITER-INDIA અને S.V.N.I.T.-SURAT સંયુક્ત રીતે research and development માં કામ કરી રહ્યું છે. જેમાં diagnostics group (I.P.R.-ITER-INDIA ) ના ડૉ. હિતેષ પંડ્યા અને sensor Research lab – Electronics Department (S.V.N.I.T.-SURAT ) ના ડૉ. પીયૂષ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. હીરેનકુમાર ધુડા એ પોતાના Ph.D. ના અભ્યાસ ક્રમ દરમિયાન High Frequency Notch Filter બનાવ્યું છે, જે Fusion Reactor માં થતાં unwanted power radiation અને spikes ને દૂર કરીને Fusion Reactor ના બીજા સાધનોને સુરક્ષિત રાખશે, જેથી fusion plasma ની પ્રક્રિયાનું સારી રીતે અવલોકન અને વિશ્લેષણ કરી શકાશે. આ Notch Filter device ની હાલ જ design patent માન્ય થઈ છે. જે Fusion Reactor માં ઉપયોગમાં આવશે.
ITER- Fusion Plasma Reactor જેની ઊર્જાને green અને clean energy પણ કહેવામાં આવે છે
ITER- Fusion Plasma Reactor પ્રોજેકટ, એ હાલ વિશ્વનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેકટ છે. જેમાં fusion reaction પ્રક્રિયા ( જે પ્રક્રિયા સૂર્યમાં થાય છે , અને આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે ) દ્વારા બિન-પરંપરાગત રીતે, કોઈપણ પ્રદૂષણ વિના, શુદ્ધ ઊર્જા (Environmental Electricity) પ્રાપ્ત થશે.Fusion Reactor માં fusion fuel તરીકે deuterium અને tritium (જે hydrogen ના isotopes છે.) ઉપયોગમાં લેવાય છે. આ બંને fuelને fusion chamber ની અંદર ખુબજ ઊંચા તાપમાન (આશરે 150 મિલિયન સેલ્સિયસ ) અને magnetic field ની અસર હેઠળ મૂકવામાં આવે છે અને જેમ તાપમાન વધારે તેમ અણુઓની speed પણ વધતી જશે. ખૂબ જ ઊંચા તાપમાન અને speed ના લીધે hydrogen અણુઓ એકબીજા જોડે અથડાઇને હિલિયમ વાયુમાં રૂપાંતરિત થશે. આ પ્રક્રિયા દરમ્યાન જે વધેલો ન્યૂટ્રોન હશે તે E = mc 2 ફોર્મુલા પ્રમાણે વિપુલ પ્રમાણમાં ઊર્જા આપશે. આ ઊર્જાને electricity માં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ કરી શકાશે. આ Fusion Reactor માં ઉપયોગમાં લેવાયેલ ફ્યુલ ખૂબ જ આસાનીથી અને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે તેમજ Fusion પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ કે બીજા કોઈ હાનિકારક વાયુ ઉતાસર્જિત થતાં નથી. આ પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમય માટે ચાલે છે માટે આમાં nuclear reactor જેવો ખતરો પણ રહેતો નથી. આટલા બધા ફાયદાઓને લીધે Fusion Reaction થી પ્રાપ્ત થતી ઊર્જા ને green અને clean energy પણ કહેવામાં આવે છે.
યુરોપિયન દેશોમાં પર્યાવરણલક્ષી વીજળી મળશે Fusion Reactor, 10 Q ફોર્મુલા પ્રમાણે ઊર્જા ઉત્પન્ન કરશે
SVNITના ઇલેક્ટ્રોનિક એન્જીનિયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. પીયૂષ પટેલે જણાવ્યું હતું કે, આ Fusion Reactor, 10 Q ફોર્મુલા પ્રમાણે ઊર્જા ઉત્પન્ન કરશે , એટ્લે કે Fusion Reactor ને સંચાલિત કરવામાં 10 Mega Watt જેટલી ઊર્જા આપવામાં આવશે અને માત્ર 300 seconds માં તે 500 Mega Watt જેટલી ઊર્જા (દસ ગણી ઊર્જા ) ઉત્પન્ન કરશે.
આ પ્રોજેકટની cost આશરે 13 billion યુરો છે
PHD કરનાર ડો. હીરેનકુમાર ધુડાએ જણાવ્યું હતું કે, આ વિશાળ પ્રોજેકટમાં ભારત, યુરોપિયન યુનિયન , જાપાન ,સાઉથ કોરિયા , રશિયા , યુએસએ અને ચાઇના સંયુક્ત રીતે કામ કરી રહ્યાં છે. આ પ્રોજેકટની cost આશરે 13 billion યુરો છે. જેમાં ભારત 9% (1.2 billion euro ) જેટલા contribute કરશે. આ પ્રોજેકટ હાલ ફ્રાંસમાં બની રહ્યો છે અને 2025 માં પૂર્ણ થશે. ભારતમાં આ project I.P.R. (Institute for Plasma Research) ની ITER-INDIA wing દ્વારા કાર્યરત છે.
આ પણ વાંચોઃ Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી
આ પણ વાંચોઃ બનારસ હિન્દુ યુનિવર્સિટીનું સંશોધન: સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું છે જોખમ