ગુજરાત

gujarat

ETV Bharat / city

આયુષ હોસ્પિટલ આગ પ્રકરણ: દર્દીઓને કાઢવા માટેનો સંઘર્ષ કરે છે ડોક્ટરો અને સ્ટાફ - આગ ન્યૂઝ

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં સાફ જોઈ શકાય છે કે, કેવી રીતે દર્દીઓના જીવ બચાવવા માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના લોકો મહેનત કરી રહ્યા છે.પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ દર્દીના જીવ બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

આયુષ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
આયુષ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

By

Published : Apr 28, 2021, 2:26 PM IST

  • આયુષ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
  • 5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો
  • દર્દીઓના જીવ બચાવવા માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના લોકો મહેનત કરી રહ્યા છે

સુરત: 25 એપ્રિલના રોજ મોડી રાત્રે સુરતના લાલ દરવાજા ખાતે આવેલા આયુષ હોસ્પિટલમાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ICUમાં લાગેલી આગ વિકરાળરૂપ ધારણ કરે એ પહેલા દર્દીઓને બચાવવાનો પ્રયાસ મેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. દર્દીઓને વેન્ટિલેટર અને બેડની સાથે જ ICUમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. છતાં પણ આ ઘટનામાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

દર્દીઓના જીવ બચાવવા માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના લોકો મહેનત કરી રહ્યા છે

આ પણ વાંચો:સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોત

મેડિકલ સ્ટાફ દર્દીઓને કાઢવાનો પ્રયાસ શરૂ કરે છે

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હાલ સામે આવ્યો છે 2.16 મિનિટના આ CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે જેવી આગ લાગે છે તરત જ મેડિકલ સ્ટાફના અને ડોક્ટરો હરકતમાં આવી જાય છે. સૌપ્રથમ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દર્દીઓને કાઢવાનો પ્રયાસ શરૂ કરે છે.

આ પણ વાંચો: ઉપલેટાના સ્મશાનની ભઠ્ઠીમાં લાગી આગ

દર્દીઓને બચાવવાના પ્રયાસો કરે છે

CCTV ફૂટેજ જોતા ખબર પડે છે કે, ઇલેક્ટ્રોનિક તમામ સ્વીચ ડોક્ટરો દ્વારા બંધ કરવામાં આવે છે અને ICUમાં જે પણ મેડિકલ ઉપકરણ છે તેને હટાવી દર્દીઓને કાઢવા માટેની હોસ્પિટલ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જ્યાં સુધી તમામ દર્દીઓને કાઢવામાં ન આવ્યા ત્યાં સુધી મેડિકલ સ્ટાફ અને ડોક્ટરની ટીમ ICUમાં હોય છે. બે મિનિટ દરમિયાન આગના ધુમાડા ICUમાં સમગ્ર વિસ્તારમાં પ્રસરી જાય છે. તેમ છતાં મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો ત્યાં ઊભા રહી દર્દીઓને બચાવવાનો પ્રયાસ કરે છે.

ABOUT THE AUTHOR

...view details