સુરત : શહેરના ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં વેપારીઓના 90 કરોડ રૂપિયાનો ઉઠમણાં કરનાર આરોપીની ધરપકડ થઇ હતી. આ બાદ હવે વીવર્સ એસોસિએશને (Surat Weavers Association ) આવી ઘટનાઓને રોકવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત (Demand of Surat Weavers ) કરી છે કે ઉઠમણાં કરનારા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ (Complaint under Gujcitok Act) દાખલ કરવામાં આવે.
અવારનવાર બને છે ઘટના - સુરત કાપડ બજારમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. હાલમાં જ સુરતના ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટના 26 વર્ષીય ઠગે સો વીવર્સના 90 કરોડ રૂપિયાના ઉઠમણાં કર્યા હતાં. આરોપીએ બે કંપનીઓ શરૂ કરી હતી. એટલું જ નહીં, પરિવારના સગાસંબંધીઓના નામ એ લગભગ 30 જેટલા જુદી જુદી પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન મેળવી પ્રીપ્લાન ઠગાઈ કરી હતી. આ કોઈ પ્રથમ ઘટના નથી. ટેક્સટાઈલ માર્કેટમાં અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેથી દક્ષિણ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે આવી ઠગાઈ કરનાર લોકો સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ (Complaint under Gujcitok Act) દાખલ કરવા માગ (Demand of Surat Weavers )કરાઇ છે.
આ પણ વાંચોઃ કાપડ બજારમાં ચિટીંગ કરતા 250થી વધુ દલાલો, તમામના નામ જાહેર કરવાની વિવર્સ એસોસિએશનની ચિમકી