ગુજરાત

gujarat

ETV Bharat / city

Demand for MSP Price in Olpad : છેલ્લા ત્રણ વર્ષથી સહકારી મંડળીઓમાં ડાંગરનો નથી મળી રહ્યો પોક્ષણક્ષમ ભાવ - સુરત જિલ્લામાં ડાંગરનો પાક

દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં છેલ્લા 3 વર્ષથી ડાંગરનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખોટ ખાઈને પાક વેચવા મજબૂર થયાં છે. ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકનો (Peddy Crop in Olpad )પોષણક્ષમ ભાવ મળે (Demand for MSP Price in Olpad )માગણી ઊઠી છે.વાંચો વધુ વિગત અહેવાલમાં.

Demand for MSP Price in Olpad : છેલ્લા ત્રણ વર્ષથી સહકારી મંડળીઓમાં ડાંગરનો નથી મળી રહ્યો પોક્ષણક્ષમ ભાવ
Demand for MSP Price in Olpad : છેલ્લા ત્રણ વર્ષથી સહકારી મંડળીઓમાં ડાંગરનો નથી મળી રહ્યો પોક્ષણક્ષમ ભાવ

By

Published : Apr 11, 2022, 10:08 PM IST

સુરત: દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં છેલ્લા 3 વર્ષથી ડાંગરનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખોટ ખાઈને(Paddy crop in Surat district) પાક વેચવા મજબૂર છે.. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો સૌથી વધુ પાક ઓલપાડ તાલુકામાં લેવાતો હોય ત્યારે ખેડૂતોને ડાંગરના પાકનો પોષણક્ષમ ભાવ મળે (Demand for MSP Price in Olpad )તે માટે તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી ડાંગરના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં (Peddy Crop in Olpad ) નીચા ભાવે ડાંગર ખરીદી કરીને ખેડૂતોનું શોષણ કરાઇ રહ્યું છે. ઓછા ભાવ મળવા છતાં ખેડૂતો નુકસાન વેઠવા તૈયાર છે.

સહકારી મંડળીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી ડાંગરના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ અપાય છે

દક્ષિણ ગુજરાતમાં વર્ષે અંદાજીત 80 કરોડથી વધુનું ડાંગર ઉત્પાદન થાય છે- દક્ષિણ ગુજરાતની વાત કરી એતો વર્ષે 40 લાખ ગુણીથી વધુ એટલે અંદાજીત 80 કરોડથી વધુનું ડાંગરનું ઉત્પાદન સાથે આવક થાય છે. ખરીફ અને ઉનાળુ આમ વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના હિતને ધ્યાને લઈને વર્ષોથી અનેક વિધ સહકારી મંડળીઓ કાર્યરત હોય જે ખેડૂતો પાસેથી ડાંગરની સીધી ખરીદી કરતી આવી છે. આટલુજ નહિ પણ ખેડૂતોને તેમના પાકના એડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સાહિની અન્ય સામગ્રી પણ આપતી આવી હોય સહકારી મંડળીઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ખેડૂતોના હિત માટે કાર્યરત સહકારી મંડળીઓએ પણ વેપારી નીતિ અપનાવી ખેડૂતોનું શોષણ કરવા (Demand for MSP Price in Olpad )ચાલુ કર્યાનું નોધાયું છે. સહકારી મંડળી ઓછા ભાવ આપતી હોવા છતાં ખેડૂતો સરકારીની ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા જટિલ હોવાને કારણે નુકશાન વેઠીને પણ ઓછા ભાવે ડાંગર વેચી રહ્યા છે.

આ પણ વાંચોઃ Demand for irrigation water : ઓલપાડમાં ઉનાળો આવ્યો ને પાણીની મોકાણ શરૂ, ડાંગર અને શેરડીનો પાક સૂકાવાની અણી પર

છેલ્લા ત્રણ વર્ષથી મંડળીઓ ડાંગરના ટેકાના ભાવ કરતા નીચેના ભાવે ડાંગર ખરીદે છે- દેશ સહિત રાજ્યના ડાંગરની ખેતી કરતાં ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળે તેમાટે સરકાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની યોજના અમલી બનાવી છે. દર વર્ષે સરકાર દ્વારા ડાંગરના જાહેર કરેલા ટેકાના ભાવથી ખેડૂતો પાસે ડાંગરની ખરીદી કરવાની હોય છે. નિયમ મુજબ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગર ખરીદ વેચાણ કરવું એ ગેરકાયદેસરની પ્રવૃત્તિ હોવા છતાં સહકારી મંડળીઓ છેલ્લા 3 વર્ષથી ખેડૂતો પાસે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગરની ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરી રહી છે. દક્ષિણ ગુજરાત માં પાણી ની સુવ્યવસ્થા તેમજ સારા વરસાદ ને કારણે દક્ષિણ ગુજરાત ના ખેડૂત સમૃદ્ધ છે. નહેરો દ્વારા બારેમાસ સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. જેને લઈ ખેડૂતો બારેમાસ ખેતી કરી સામાસારો પાક લેતા હોય છે. ઓલપાડ તાલુકામાં દર વર્ષે ખેડૂતો લાખો મણ ડાંગર પકવે છે. સરકાર દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા થોડી જટિલ છે. પેહલા રેજીસ્ટ્રેશન કારાવું પડે છે. ત્યારબાદ ડાંગરના સેમ્પલો અને ત્યારબાદ ખુલ્લા ટ્રેક્ટરમાં ડાંગર લઈ જવું પડે છે. જ્યારે બીજી તરફ સહકારી મંડળીઓમાં ડાંગરના માત્ર વજન કરવાનું હોય છે. જેથી ખેડૂતો ટેકા ના ભાવ કરતા સહકારી મંડળીઓ ઓછા ભાવ આપતી હોવા છતાં ખેડૂતો મજબૂરીમાં ડાંગર સહકારી મંડળીઓને આપે છે.

ડાંગર પકવતા ખેડૂતોને ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાની નુકશાની થવા પામી -સહકારી મંડળીઓએ સરકારના ટેકાના ભાવ કરતાં 2019-2020 માં 190 અને 2020-2021 માં 98 રૂપિયા તથા વર્ષ 2021-2022 માં 55 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને ઓછો ભાવ આપવાનું ફલિત થાય છે. ત્યારે આમ કરીને ડાંગર પક્વતા ખેડૂતોને ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાની નુકસાની થવા જેવુ કહી Mકાય. ડાંગરના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સરખામણી એ સહકારી મંડળીઓ દ્વારા ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ આપવાથી ખેડૂતો બંને બાજુ થી લુટાઈ રહ્યાનો અહેસાસ કરી રહ્યા છે. જોકે આજ અંગે ખેડૂતો આગેવાનો અને ખેડૂતો દ્વારા પણ સરકારને અનેક સૂચનો(Demand for MSP Price in Olpad ) અપાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓને ડાંગરની ખરીદી માટે સત્તા આપવામાં આવે: ખેડૂત સમાજ

ડાંગર વેંચાણ કરવાની પદ્ધતિ અટપટી હોવાથી ખેડૂતો નિગમમાં ડાંગર વેચવા જતા નથી -મહત્વનું છે કે ડાંગર ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતે સરકારી વિભાગ નાગરિક પુરવઠા નિગમ ખાતે ડાંગરની નોધણી અને વેચાણ કરવાની સરકારની પદ્ધતિ અટપટી હોવાથી ખેડૂત નિગમમાં ડાંગર વેચવા નથી જતાં. જેની સરખામણી એ સહકારી મંડળીઓમાં ખેડૂત વર્ષોથી ડાંગર વેચાણ કરતો આવ્યો હોય મંડળીઓ ખેડૂતને પાકના એડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સહિતની અન્ય સુવિધા પૂરી પાડતી હોવાથી ખેડૂત મંડળી તરફ આકર્ષાય છે. ટેકાના ભાવે ડાંગર વેચાણ થી ખેડૂતને ફાયદો છે ત્યારે નાગરિક પુરવઠા નિગમ ને બદલે સરકાર સ્થાનિક મંડળીઓને કેન્દ્ર ફાળવે (Demand for MSP Price in Olpad ) તો જ ખેડૂતને લાભ મળે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details