- વાઘણ સાંભવી (Royal Bengal tigress Shambhavi )નું સર્પદંશના કારણે એટલે ન્યુરોટોક્સિનથી મોત
- રોયલ બેન્ગોલ વાઘણ સાંભવીની ઉમર 14 વર્ષ
- 2016માં વાઘણ સાંભવીએ એક સાથે 4 બચ્ચાને જન્મ આપ્યો હતો
સુરત : સરથાણા નેચર પાર્ક ( Sarthana Nature Park ) ખાતે રાખવામાં આવેલી વાઘણ સાંભવી (Royal Bengal tigress Shambhavi )નું મોત ઝેરી સર્પના કરવાથી એટલે ન્યુરોટોક્સિનથી થયું હતું. પ્રાણી સંગ્રહાલય દ્વારા વાઘણ સાંભવી (Royal Bengal tigress Shambhavi )ની અંતિમવિધિ કરવામાં આવી હતી. વાઘણ સાંભવી (Royal Bengal tigress Shambhavi )ને વર્ષ 2014માં બેંગ્લુરુના પ્રાણી સંગ્રહાલય ખાતેથી સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે લાવવામાં આવી હતી. વાઘણ સાંભવી (Royal Bengal tigress Shambhavi )ની ઉંમર હાલ 14 વર્ષની હતી. સામાન્ય રીતે જંગલમાં વાઘનું સરેરાશ આયુષ 14થી 16 વર્ષનું હોય છે.
પ્રાથમિક તપાસમાં લકવો થયો હોવાનું સામે આવ્યું હતું
4 જૂન, 2021ના રોજ તેને સાંજે ફરજ પરના સ્ટાફ દ્વારા રૂટિન આરોગ્ય તપાસ દરમિયાન વાઘણ સાંભવી સુસ્ત બેઠેલી જણાતા તેને ઉભી કરવામાં આવતા તે ઉભી થઇ શકી ન હતી. જે કારણે તાત્કાલિક ફરજ પરના તબીબી અધિકારી દ્વારા પ્રાથમિક તબક્કે તપાસ કરતા તે નર્વસ સાઇન એટલે લકવા થયો હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક સ્થળ પર જ સારવાર શરૂ કરવામાં આવી હતી. તેના લોહીના નમૂનાની તપાસ માટે એકઠા કરી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.
વિશેરા નવસારી વેટરનરી કોલેજ ખાતે મોકલી આપવામાં છે