ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના અનાવલ પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની આશંકા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી જાવા પામી છે.

કેરીના પાકને નુકસાનની આશંકા
કેરીના પાકને નુકસાનની આશંકા

By

Published : Jan 11, 2021, 12:44 PM IST

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

આમ્રમંજરીઓ કાળી પડવાથી કેરીના પાકને નુકસાન

કેરીના ભાવોમાં વધારો થવાની સંભાવના

સુરતના અનાવલ પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની આશંકા
સુરત : જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વિસ્તારમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ માવઠાથી ખાસ કરીને કેરી, શાકભાજી, જુવાર તેમજ ઘઉં સહિતના પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

કેરીના મોર ખરી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

અનાવલ પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની આશંકા

ગત્ત રાત્રે સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શુક્રવારે રાત્રે અચાનક કમોસમી માવઠું થયું હતું. મહુવા તાલુકાના અનાવલ પંથકમાં પડેલા વરસાદી ઝાપટાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે. ચાલુ વર્ષે આંબાઓ પર મોટા પ્રમાણમાં આમ્રમંજરીઓ આવી હોય ખેડૂતોને કેરીનો પાક સારો ઉતરવાની આશા હતી.થોડા દિવસ પહેલા થયેલા કમોસમી માવઠા બાદ ફરીથી માવઠું થતા મોટા ભાગનો મોર કાળો થઈ ગયો છે. બીજી તરફ મોર ખરી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

કેરીના ભાવોમાં વધારો થવાની સંભાવના

મોરને થયેલા મોટાપાયે નુકસાનને કારણે કેરીના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ વખતે પણ કેરી રસિયાઓએ કેરી ખાવા માટે ખિસ્સા વધુ હળવા કરવા પડશે. બીજી તરફ ખેડૂતો હજી પણ વાતાવરણમાં સુધારો થાય તો મોટું નુકસાન ટાળી શકાય તેવી સંભાવના વ્યક્ત કરી રહયા છે.

ABOUT THE AUTHOR

...view details