ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની બીજી લહેરમાં ગયા વર્ષની સરખામણીમાં સાઇબર ક્રાઇમના કેસમાં લગભગ 300 ટકાનો નોંધાયો વધારો - સાયબર ક્રાઈમ બ્રાન્ચ

શહેરમાં કોરોનાની બીજી લહેરના સમયગાળામાં ગત વર્ષની સરખામણીમાં સાઇબર ક્રાઇમ(Cyber Crime)ના કેસમાં લગભગ 300 ટકા વધારો નોંધાયો છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch)ના આંકડા બતાવે છે કે, નાગરિકોએ આ વર્ષે જુલાઇ સુધી સાયબર છેતરપિંડીથી ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

સાઇબર ક્રાઇમના કેસમાં લગભગ 300 ટકાનો નોંધાયો વધારો
સાઇબર ક્રાઇમના કેસમાં લગભગ 300 ટકાનો નોંધાયો વધારો

By

Published : Aug 3, 2021, 6:53 PM IST

  • સાઇબર ક્રાઇમના કેસોમાં લગભગ 300 ટકા વધારો નોંધાયો છે
  • નાગરિકોએ આ વર્ષે જુલાઇ સુધી સાયબર છેતરપિંડીથી ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા
  • કિડની વેચવાના નામે છેતરપિંડી કરનાર નેકસસનો પર્દાફાશ

સુરત: કોરોનાની બીજી લહેરમાં સાઇબર ક્રાઇમના કેસો(Cyber Crime Case)માં લગભગ 300 ટકા વધારો નોંધાયો છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch)ના આંકડા બતાવે છે કે, નાગરિકોએ આ વર્ષે જુલાઇ સુધી સાયબર છેતરપિંડીથી ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે (Ajay Tomar) જણાવ્યું છે કે, આ વર્ષે આશરે ત્રણ કરોડથી પણ વધુ સાયબર છેતરપિંડીમાં લોકોએ રૂપિયા ગુમાવ્યા છે. સાયબર સુરત પોલીસે આ નાણાંમાંથી 1.34 કરોડ રૂપિયા બેંક ખાતામાં સીઝ કરાવ્યા છે અથવા તો પીડિતોને પરત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- દ્વારકામાં બન્યો સાયબર ક્રાઇમ, અકાઉન્ટમાંથી 30000 ગાયબ

વધુમાં વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે

સાઇબર ક્રાઈમ(Cyber Crime)ના વધતા જતા બનાવોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી જાગૃત કરાશે. આ માટે સુરત પોલીસ દ્વારા સ્પર્ધા યોજી લોકોને જાગૃત કરાશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે.

સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું

પોલીસ કમિશનર અજય તોમરે(Ajay Tomar) જણાવ્યું હતું કે, દેશની મોટી હોસ્પિટલના નામે એક વેબસાઈટ બનાવી કિડની વેચવાના નામે છેતરપિંડી કરનાર નેકસસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બ્યુટીપાર્લરના નામે લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરનારા લોકોની પણ મુંબઈથી ધરપકડ કરાઈ છે. બેન્ક અને ATM ફ્રોડના કેસો પણ હાલ સામે આવ્યા છે, ત્યારે ગુના રોકવા અને લોકો જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવી શકાય અને ગુનાઓની માહિતી મળી રહે તે માટે સ્પર્ધા દ્વારા અનોખી રીતે લોકોને જાગૃત કરાશે.

લોકોને સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી આપી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો છે

અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં સાયબર ક્રાઈમ(Cyber Crime) બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવું છે. લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. ડીજીટલ ઇન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરાશે. સૌથી અગત્યની વાત એ છે કે, કોરોનાની બીજી લહેરના સમયગાળામાં એટલે કે વર્ષ 2021જાન્યુઆરીથી લઈને જુલાઈ મહિના સુધીમાં સુરત શહેરમાં જે સાયબર અપરાધના કેસ દાખલ કરવામાં આવ્યા છે, તે ગયા વર્ષ કરતાં 300 ટકા વધારે છે.

અત્યાર સુધી કેટલા ગુના નોંધાયા?

વર્ષ જુલાઇ સુધીના આંકડા ડિસેમ્બર સુધીના આંકડા
2018 75 158
2019 144 238
2020 75 204
2021 203 -

સુરત શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 203 સાયબરના ગુના નોંધાયા છે.

74 લાખની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે

સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસો-177, પોલીસ સ્ટેશનમાં ડિટેક્ટ થયેલા કેસો 51 છે. 1.98 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી, જેમાંથી 74 લાખની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ (Cyber Crime)સેલમાં નોંધાયેલા કેસ -26, ડિટેક્ટ થયેલા કેસની સંખ્યા 19 છે. સાઇબર ક્રાઈમ સેલમાં 1.08 કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાઈ હતી, જેમાંથી 60 લાખ રૂપિયાની રિકવરી સેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો- પોરબંદર સહિત 10 જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ

દરેક પોલીસ મથકમાં પણ એક PSI અને ત્રણ માણસોની ટીમ તૈનાત

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે(Ajay Tomar) જણાવ્યું હતું કે, સુરત વ્યાપારિક કેન્દ્ર છે. અહીં પણ સાયબર ક્રાઈમ મહત્વનો ગુનો બની ચૂક્યો છે. સુરત સીટી પોલીસ દ્વારા સાયબર સેલમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક પોલીસ મથકમાં પણ એક PSI અને ત્રણ માણસોની ટીમ તૈનાત કરાશે. જેથી કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમ(Cyber Crime)નો ભોગ બને, તો જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details