સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસી: દસ દિવસથી રોજના 100થી વધુ કેસ નોંધાયા - સુરત કોરોનાના સમાચાર
સુરત જિલ્લામાં 15મી સપ્ટેમ્બર સુધીમાં 5971 કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 224 દર્દીઓના મોત થયા છે. વધી રહેલા સંક્રમણ વચ્ચે જિલ્લામાં હાલ 5061 હોમ ક્વોરન્ટાઈન છે. એક્ટિવ ક્લસ્ટરની સંખ્યા 1510, કન્ટેનમેન્ટ કલસ્ટર વિસ્તારોમાં કુલ 19111 ઘરો, કન્ટેઈન્ટમેન્ટ ક્લસ્ટરની કુલ વસ્તી 78 હજાર 250 છે.
સુરત
By
Published : Sep 17, 2020, 8:56 AM IST
સુરત: જિલ્લામાં 15મી સપ્ટેમ્બર સુધીમાં 5971 કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 224 દર્દીઓના મોત થયા છે. વધી રહેલા સંક્રમણ વચ્ચે જિલ્લામાં હાલ 5061 હોમ ક્વોરન્ટાઈન છે. એક્ટિવ ક્લસ્ટરની સંખ્યા 1510, કન્ટેઈન્ટમેન્ટ કલસ્ટર વિસ્તારોમાં કુલ 19111 ઘરો, કન્ટેઈન્ટમેન્ટ ક્લસ્ટરની કુલ વસ્તી 78 હજાર 250 છે. જ્યારે 1646 જેટલી ટીમો કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી 4790 દર્દીઓ સાજા થતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં જિલ્લામાં 957 દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરત જિલ્લામાં કોરોના વધી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તકેદારીના કોઈ પગલા નહીં લેવાતા કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી લોકો બહાર ફરી રહ્યા છે. જેના કારણે સંક્રમણમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા દસ દિવસથી સતત રોજના 100 થી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમ છતાં વહીવટી તંત્ર નિષ્ક્રિય જણાય રહ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર જાહેરનામાં પ્રસિદ્ધ કરી કોરોનાને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં બજારો પર નિયંત્રણથી લઈ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પણ કડક નિયમોનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વહીવટી તંત્ર દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી હોવાનું લાગી રહ્યું છે. તંત્ર માત્ર સુરત શહેરમાં જ ધ્યાન આપતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના બેકાબૂ થઈ ચૂક્યો છે.
6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીના દસ દિવસ દરમિયાન માત્ર બે દિવસો છોડીને બાકીના દિવસોમાં 100ની ઉપર કેસો નોંધાયા છે. આ સાથે જ આ દસ દિવસમાં 14 જેટલા લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા કોરોનાના કેસ આવે તો ત્યાં માત્ર કાગળ પર જ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ તે વિસ્તારના લોકો ખુલ્લેઆમ ફરતા રહે છે. ઘણી જગ્યાએ તો ચેતવણીના બોર્ડ પણ મૂકવામાં આવતા ન હોય લોકોને ખબર પર પણ પડતી નથી જેને કારણે સંક્રમણ વધવાની શક્યતા સેવાઇ રહી છે.
બીજી તરફ સતત વધી રહેલા કેસોને કારણે જિલ્લાના લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.