- અઠવાઝોનમાં આવેલા તમામ મોલ બંધ રાખવા સૂચના અપાઇ
- સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે
- વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે
સુરત: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જેના કારણે મનપા દ્વારા તાત્કાલિક અસરથી અઠવાઝોનમાં આવેલા તમામ મોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલા તમામ ટેક્સ્ટાઇલ માર્કેટને બંધ રાખવા માટે આદેશ અપાયા છે. અગાઉ શનિ અને રવિવારે મોલ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ સંક્રમણ વધતા તાત્કાલિક અઠવાઝોનમાં આવેલા તમામ મોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો
મનપા દ્વારા સુરતમાં ટેસ્ટીંગ સઘન કરવામાં આવ્યું છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણવા મળ્યું છે કે, સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સ્મશાનમાં પણ વેઇટીંગ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર ફરી એક વખત હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા સુરતમાં ટેસ્ટીંગ સઘન કરવામાં આવ્યું છે. અને વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે અઠવાઝોનમાં આવેલા તમામ મોલ 8 એપ્રિલથી તાત્કાલિક અસરથી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃરાજકોટમાં કોરોના બ્લાસ્ટ, મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ આવ્યા કોરોના પોઝિટિવ
ખાણીપીણીના સ્ટોલ પણ બંધ રાખવા માટે નિર્દેશ
ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધ્યું છે, અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ હવે લોકો પણ ખાસ તકેદારી રાખે તે ખુબ જ જરુરી બન્યું છે. આ સાથે સુરતના કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલા આવા ટેક્સટાઇલ માર્કેટ કે જેમાં વધારે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હોય એવા માર્કેટને પણ સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે, સાથે કન્ટેનમેન્ટ વિસ્તારમાં ખાણીપીણીના સ્ટોલ પણ બંધ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.