સુરત જિલ્લા કલેકટર કચેરી બહાર શહેર કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર કચેરી કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. બિન સચિવાલયની પરીક્ષાઓ રદ થતા વિદ્યાર્થીઓના હિત માટેની લડાઈ લડવા કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે. રાજ્યભરમાં સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજી રહી છે.
બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ થતા સુરત કોંગ્રેસના ધરણા - surat latest news
સુરત :બિનસચીવાલય સેવા કારકુન અને સચિવાલય આસિસ્ટન્ટની પરીક્ષાઓ રદ્દ કરી દેવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈ વિધાર્થીહિતમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન અને ધરણાઓ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર કચેરી બહાર સુરત શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજી રાજ્ય સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
congress protest in surat
માત્ર સ્નાતક વિધાર્થીઓ જ બિનસચિવાલય સેવા કારકુન અને સચિવાલય આસિસ્ટન્ટની પરીક્ષા આપી શકશે તેવી રાજ્ય સરકારની જાહેરાત બાદ લાખો વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. સરકાર પોતાનો નિર્ણય પરત નહીં ખેંચે તો વિધાર્થીહિતની લડાઈ લડવા કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે.
Last Updated : Oct 16, 2019, 3:04 PM IST