સુરત: સહારા ગ્રુપના સુબ્રતો રોય (Complaint Against Subrata Roy) અને તેમની કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચ (Surat City Crime Branch)માં રૂપિયા 1.07 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. ઓવરસીઝ ડેવલપર્સ (Overseas Developers surat)ના ઇલિયાસ રેલવેવાલાને પુણેના મુલસી ખાતે એમ્બીવેલી વિલા (sahara aamby valley villa pune) આપવાની વાત કરવામાં આવી હતી. જો કે પૈસા લીધા હોવા છતાં કોઈ સુવિધા આપવામાં આવી નહોતી અને વિલાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું નહોતું.
ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી- સિટી જીમખાના પીપલોદ (surat city gymkhana piplod) ખાતે આવેલા શાંતમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘોડદોડ રોડ રામ ચોક ખાતે ઓવરસીઝ ડેવલપર્સના માલિક ઇલિયાસ રેલવેવાલાએ ક્રાઈમ બ્રાંચમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, સહારા ગ્રૂપ દ્વારા પુણેના મુલસી ગામમાં એમ્બીવેલી સિટી ડેવલપર્સ (aamby valley city developers project)ના નામે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2005માં ગ્રુપના કર્મચારી અર્ચના ફૂદાલકરે ઇલિયાસ રેલવેવાલાનો સંપર્ક કર્યો હતો અને એમ્બીવેલી વિલા ખરીદવા માટે અનુરોધ કર્યો હતો. તેમાં અલગ-અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે (Fraud In Surat) તેમ કહ્યું હતું.
આ પણ વાંચો:500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ