ઉધના ત્રણ રસ્તા ખાતેથી પસાર થતા ડમ્પરમાંથી કોલસાનો જથ્થો નીચે પડતા સર્વિસ રોડ પર કોલસાની ચાદર જોવા મળી હતી. જેના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. વહેલી સવારે પસાર થતા કોલસા ભરેલા ડમ્પરમાંથી જથ્થો રસ્તા પર પડતા વાહન-વ્યવહારને અસર જોવા મળી હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં રસ્તા પર પથરાઈ કોલસાની ચાદર
સુરત:શહેરના ઉધના રોડ પર વહેલી સવારે સ્થાનિકો કોલસાની ચાદર જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. આશરે 800 મીટર સુધી જ્યાં નજર જાય ત્યાં કોલસો જ કોલસો જોવા મળી રહ્યો હતો.
સુરતમાં રસ્તા પર પથરાઈ કોલસાની ચાદર
રોડના 800 મીટર સુધી કોલસો જ કોલસો જોવા મળ્યો હતો.ઉધના મગદલ્લાથી પુરપાટ ઝડપે દોડી આવતા ડમ્પરના ચાલકે રોડનો બમ્પ ન જોતા પાછળનો બોનેટ ખુલી ગયો હતો. બોનેટ ખુલી જવાના કારણે રસ્તા પર કોલસાની ચાદર જોવા મળી હતી. હાલ સર્વિસ રસ્તા પરથી કોલસાના જથ્થાને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.