- સીએમ રૂપાણી અને તેમના પત્ની પેજ પ્રમુખ અભિયાનમાં જોડાયા
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સીએમને પેજ પ્રમુખનું કાર્ડ આપવામાં આવ્યું
- મુખ્યપ્રધાને સુરત મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા
સુરત: સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ કાર્ય પદ્ધતિ રહી છે કે, પાર્ટી જે નક્કી કરે તે યોજના બધા કાર્યકર્તાઓને લાગુ પડે છે. પછી ભલે તે મુખ્યપ્રધાન હોય કે, બૂથનો કાર્યકર્તા હોય. વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા આખા પ્રદેશમાં 50 હજાર બૂથના કાર્યકર્તાઓની યાદી અને પેજના એક-એક પ્રમુખ સંગઠનની દરેક વ્યવસ્થાનો અભિગમ સાથે પ્રારંભ કર્યો છે. તો મારા વિસ્તારમાં હું પણ પહેલા કાર્યકર્તા છું ત્યારબાદ મુખ્યપ્રધાન છું. મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી છે અને પેજ પ્રમુખ તરીકે મેં પણ મારી સમિતિ સબમીટ કરી છે. દરેક પેજ પ્રમુખને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. આજે મને પણ આવી જ રીતે પાર્ટી તરફથી ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે. મારી પત્નીને પણ પેજ પ્રમુખનું ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે. તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.