ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં તિરંગા યાત્રા યોજી રહેલા પાસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પાટીદાર અનામત સમિતિ (પાસ) દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવનાર હતી. જેના માટે પાસનાં નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા પોતાના સમર્થકો સાથે રેલી યોજવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેઓની અટકાયત કરી હતી. પોલીસ તેઓને વાનમાં લઈ જઈ રહી હતી તે દરમ્યાન પોલીસ અને પાર્ટીના નેતાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી.

સુરતમાં તિરંગા યાત્રા કાઢવા નિકળેલા પાસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સુરતમાં તિરંગા યાત્રા કાઢવા નિકળેલા પાસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

By

Published : Jan 26, 2021, 12:28 PM IST

  • રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે રેલીને અટકાવતા મામલો બિચકી ગયો
  • કેટલાક સભ્યો પોલીસવાન પર ચઢ્યા, તો કેટલીક મહિલાઓની પોલીસ સાથે બોલાચાલી
  • પાસ અને પોલીસ વચ્ચેનાં ઘર્ષણ દરમ્યાન ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉભી થઈ


સુરત: પાટીદાર વિસ્તાર ગણાતા કાપોદ્રા સરથાણામાં આજે પાટીદાર અનામત સમિતિનાં સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર અનામત સમિતિ દ્વારા આજે તિરંગા યાત્રા કાઢવાનો નિર્ણય કરાયો હતો. જેના માટે આપનાં નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીય પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જોકે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે તેઓને અટકાવી દીધા હતા. પોલીસ તેઓની અટકાયત કરીને લઈ જઈ રહી હતી તે દરમિયાન પોલીસ અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ધાર્મિક માલવિયા પોલીસ વાનની બહાર બેસી ગયા

મોટી સંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મહિલા કાર્યકર્તાઓ અને પાસનાં નેતાઓ ભેગા થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ વચ્ચે તમામની અટકાયત કરાઈ હતી. ધાર્મિક માલવિયા પોલીસ વાનની બહાર બેસી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસ અને પાસનાં નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કેટલાક પાસના સભ્યો પોલીસ વાન ઉપર પણ ચડી ગયા હતા. જ્યારે મહિલાઓ પોલીસ સામે બોલાચાલી કરી રહી હતી.

સુરતમાં તિરંગા યાત્રા કાઢવા નિકળેલા પાસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
પોલીસ બળજબરીથી લઇ જઇ રહી હતીઅટકાયત દરમિયાન પોલીસને હળવો બળ પ્રયોગ કર્યો કરવો પડ્યો હતો. મહિલા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને લાગે છે કે, તેમને પોલીસ બળજબરીથી લઇ જઇ રહી હતી અને કેટલાક મહિલા પોલીસ દ્વારા તેમને સાથે હાથાપાઈ પણ કરાઇ છે. જ્યારે પાસના નેતા ધાર્મિક અને અલ્પેશે જણાવ્યું હતું કે, તેમના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે ભાજપની પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે.


વાનની અંદરથી પણ પાસના નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા

26 જાન્યુઆરીના રોજ પોલીસ અને પાસ નાં કાર્યકર્તાઓ વચ્ચેનાં ઘર્ષણ દરમ્યાન ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉભી થઈ હતી. પાસનાં સભ્યો અને કોંગ્રેસનાં નેતાઓ વાનની આગળ સુઈ ગયા હતા અને વાનને જવા દીધી નહોતી જ્યારે વાનની અંદરથી પણ પાસના નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

તિરંગા રેલી યોજવા માટે પાસનાં કેટલાક મુદ્દાઓ

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા યુવાનો ઉપરનાં કેસો પાછા ખેંચવાની વાત ગુજરાત સરકાર દ્વારા અનેક વાર કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી એક પણ કેસ પાછો ખેંચવામાં આવ્યો નથી. યુવાનો કોર્ટ કચેરીનાં ધક્કાઓ ખાઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરનાં વરાછા વિસ્તારમાં લાખોની જન સંખ્યા વસી રહી છે. ત્યારે છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્તા. ત્યારે હવે આ વિસ્તારની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે. આ સાથે કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના સમર્થન પણ આ રેલી યોજવા પાછળનાં કારણોમાંનું એક છે.

ABOUT THE AUTHOR

...view details