- આથમતા સૂર્યદેવની આરાધના કરી છઠપૂજા
- ૪૦૦ લોકો એકત્રિત થઇ શકાય તે રીતે વ્યવસ્થા
- નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે
સુરત:આજે દેશમાં બિહાર અને ઝારખંડમાં તથા અન્ય સ્થળોએ છઠપૂજા (Chhath Puja 2021) કરવામાં આવે છે. છઠપુજા આ એક બિહાર અને ઝારખંડના લોકો માટે મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર માટે અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. તે રીતે સુરત શહેરમાં પણ સુરત કોર્પોરેશન દ્વારા શહેરની ૨૫ જગ્યા ઉપર છઠ પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે. કારણકે ગયા વર્ષે કોરોનાના કારણે શહેરના ઓવારાઓ, તળાવો ઉપર કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાના કારણે નદી કિનારે તથા તળાવમાં કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી એક જગ્યાઓ ઉપર ૪૦૦ લોકો એકત્રિત થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર, કોર્પોરેશન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. સાથે નદી કિનારા ઉપર ફાયર વિભાગના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે.
આથમતા સૂર્યદેવની આરાધના કરી કરવામાં આવી છઠપૂજા છઠપૂજા
આજે દેશમાં બિહાર અને ઝારખંડમાં તથા અન્ય સ્થળોએ છઠપૂજા કરવામાં આવે છે. છઠપુજા આ એક બિહાર અને ઝારખંડના લોકો માટે મોટો તહેવાર માનવામાં આવે છે. તે જ રીતે સુરત શહેરમાં બિહાર અને ઝારખંડના વસેલા લોકોએ આજે તાપી કિનારે આથમતા સુરજની આરાધના કરી અને આવતીકાલે વહેલી સવારે ઉગતા સૂરજની આરાધના કરીને છઠપુજાની ઉજવણી કરશે. છઠપુજા પેહલા મહિલાઓ દ્વારા ત્રણ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. આ ઉપવાસ ઉગતા સુરજને જોઈ તોડવામાં આવે છે.
નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે છે.
શ્રદ્ધાળુએ જણાવ્યુ હતુ કે યુપી અને બિહારમાં છઠપૂજા મોટો તહેવાર છે. આ તહેવારને ખુબ જ શ્રદ્ધાની રીતે ઉજવવામાં આવે છે. નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે છે. ત્રણ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. આ તહેવારને ખુબ જ શ્રદ્ધાથી ઉજવામાં આવે છે. અમે પેહલા અમારા વતનમાં છઠપૂજાની ઉજવણી કરતા હતા અને હવે શહેરમાં પણ અમે આ પરંપરા ચાલુ રાખી છે. આખા દેશમાં આ તહેવાર ઉજવામાં આવે છે.અમારા પૂર્વજો માનવતા હતા એટલે અમે પણ મનાવીયે છીએ.જે પણ મનોકામનાઓ હોય તે છઠીમાંતા પુરા કરતા હોય છે. એટલે મનથી સૂર્ય દેવતાને અર્ગ આપીયે છીએ અને છઠીમાતાજીના તહેવારની ઉજવણી કરીયે છીએ.