ગુજરાત

gujarat

ETV Bharat / city

Cattle Control Bill: સી. આર. પાટિલે ઢોર નિયંત્રણ બિલમાં કાઢી ખામી, કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં બિલ થશે રદ - Cattle Control Bill Posponed

સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે ઢોર નિયંત્રણ બિલ (CR Patil on Cattle Control Bill) અંગે નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે આગામી વિધાનસભા સત્રમાં આ કાયદાને રદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

Cattle Control Bill: સી. આર. પાટિલે ઢોર નિયંત્રણ બિલમાં કાઢી ખામી, કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં બિલ થશે રદ
Cattle Control Bill: સી. આર. પાટિલે ઢોર નિયંત્રણ બિલમાં કાઢી ખામી, કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં બિલ થશે રદ

By

Published : Apr 8, 2022, 1:46 PM IST

સુરતઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Session 2022) જ્યારથી ઢોર નિયંત્રણ બિલ પસાર થયું છે. ત્યારથી જ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજે વિરોધ શરૂ (Protest for Cattle Control Bill) કર્યો હતો. જોકે, ગઈકાલે (ગુરુવારે) મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે અત્યાર પૂરતા આ બિલને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તો આ મામલે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે નિવેદન આપ્યું હતું.

નવા વિધાનસભા સત્રમાં કાયદો રદ કરાશેઃ પાટિલ

CMએ કાયદો મોકૂફ રાખવાનો કર્યો હતો નિર્ણય - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે (CR Patil on Cattle Control Bill) જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રખડતા અંગે ઢોર નિયંત્રણ સંબંધિત કાયદો મોકૂફ રાખવાની (Cattle Control Bill Posponed) ખાતરી આપી છે. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આશ્વાસન આપ્યું હતું કે, આગામી વિધાનસભા સત્રમાં સરકાર આ કાયદાને (Cattle Control Bill) રદ કરી દેશે.

આ પણ વાંચો-Law on Stray Cattle In Gujarat: રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું? માલધારી આગેવાનોએ ઉઠાવ્યો પ્રશ્ન

માલધારી સમાજે બિલનો કર્યો હતો વિરોધ -

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરતો (Protest for Cattle Control Bill) હતો. આ વિરોધના કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે નિવેદન (CR Patil on Cattle Control Bill) આપતા જણાવ્યું હતું કે, જો પ્રજાને કાયદો યોગ્ય ન લાગે તો તે કાયદામાં ફેરફાર થવો જોઈએ. આ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદા મોકૂફ નિર્ણય (Cattle Control Bill Posponed) લીધો છે, જેને ભાજપ પ્રદેશ અધ્યક્ષે આવકાર્યો છે.

આ પણ વાંચો-Law on Stray Cattle In Gujarat: કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ નથી, રાજ્યપાલ બિલ પરત કરે તેવી માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર

નવા વિધાનસભા સત્રમાં કાયદો રદ કરાશે - સુરત ખાતે સી. આર. પાટિલે (CR Patil on Cattle Control Bill) જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા હેઠળ આવનારો કાયદો રખડતા ઢોર માટે પર્યાપ્ત છે. આ અગાઉ રખડતા ઢોર નિયંત્રણ સબંધિત છે. કાયદા અંગે મુખ્યપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. માલધારી સમાજ અને સાધુસંતોની માગણી હતી કે, આ કાયદો પરત લેવામાં આવે. મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે તે વખતે આશ્વાસન આપ્યું હતું કે, આ કાયદો પરત લેવામાં આવશે. હાલ વિધાનસભા સત્ર પૂર્ણ થતા આ કાયદો પરત લઈ શકાયો નથી, પરંતુ અમને ખાતરી છે કે, આગામી વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર આ કાયદો (Cattle Control Bill Posponed) રદ કરશે.

ABOUT THE AUTHOR

...view details