- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પર્યાવરણ પ્રત્યે અપાઈ રહ્યું છે વિશેષ ધ્યાન
- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા
- સ્ટેશન બિલ્ડિંગમાં 80 ટકા વિજળી પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી મેળવાશે
સુરત : દેશના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાંના એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) માં પર્યાવરણ પ્રત્યે વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ જ કારણ છે કે, કેન્દ્ર સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) ને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ટ્રેક પર દોડાવવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહિ સ્ટેશન બિલ્ડીંગ સહિત ડેપોમાં સુએઝ પ્લાન્ટ નાખવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર પેનલ સહિત રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી અનેક સિસ્ટમનો ઉપયોગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પર્યાવરણલક્ષી બનાવવામાં માટે ઉપયોગમાં લેવાશે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે
નેશનલ હાઈસ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના પ્રવકતા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે, ગ્રીન સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ (Rain Water harvesting), સોલાર પેનલ (Solar Panel), સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) સહિતની પર્યાવરણલક્ષી સુવિધાઓ રાખવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) બનાવવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગ તૈયાર કરવા માટે જે મટિરિયલ્સનો વપરાશ કરવામાં આવશે, તે પણ પર્યાવરણલક્ષી રહેશે. સ્ટેશન સાથે ડેપો પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plant) નાખવામાં આવશે. જેથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય.
આ પણ વાંચો -ગુજરાતને ક્યારે મળશે બુલેટ ટ્રેન ?
ગ્રીન રેટિંગ સિસ્ટમ મુજબ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થશે
વિશ્વમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેકટ (Bullet Train Project) ને ગ્રીન પ્રોજેકટ (Green Project) તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો હોય. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (Indian Green Building council) અને નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા સાથે મળીને ગ્રીન રેટિંગ સિસ્ટમ (Green Rating System) તૈયાર કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદ-મુંબઇની બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) ની સિસ્ટમ અને સ્ટેશન્સનું ડિઝાઇન અને કન્ટ્રક્શન કરાશે. આ પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે ભારતીય ઇન્ડસ્ટ્રિયલ ફેડરેશન (Indian Industrial Federation) પણ જોડાયું છે.