સુરત: શહેરમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 10થી 14 દિવસની સારવાર મેળવી કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે જાય છે, પરંતુ આ 10થી 14 દિવસના અંતરાલ તેમની માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ અસર પહોંચાડે છે. આવી સ્થિતિમાં દર્દી માનસિક રીતે હળવો મહેસૂસ થાય અને કોવિડ વૉર્ડમાં પોતાનાપણું લાગે આ માટે સુરતના આલ્ફા વન વિસ્તારમાં તૈયાર થયેલ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં પોઝિટિવ દર્દીના જન્મદિનની ઉજવણી કરાઈ - Atal Samvedana Kovid Center Surat
રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત શહેર કોરોના સિટી બન્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં સારવાર મેળવી રહેલા એક કરોના પોઝિટિવ દર્દીનો જન્મદિન હોવાથી કોવિડ સેન્ટરના મેડિકલ સ્ટાફ સહિત મજુરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
etv bharat
મેડિકલ સ્ટાફ સહિત અન્ય દર્દીઓ થાળી વગાડીને જન્મ દિનની ઉજવણી કરતા દર્દી પણ ખુશ થયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં મજુરા યુવક મંડળ દ્વારા આ કોમ્યુનિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો સહિત ધારાસભ્ય હર્ષ સંઘવી પણ રોજે જઈ દર્દીઓને મળતા હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓના જન્મદિનની ઉજવણી પણ આ કોવિડ હોલમાં કરવામાં આવે છે.