- સુરતમાં ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ વધુ નોંધાઇ
- ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સુરત સાઇબર સેલને ફરિયાદ ટ્રાન્સફર કરે છે
- એજાજ અમરેલીવાલા PAYTMમાં છેતરાયા
સુરતઃ શહેરમાં ગેમ ઝોન ચલાવતા એજાજભાઇ PAYTMનો ઉપયોગ કરે છે. તેમને કોલ આવે છે કે તેમને 1000 કે પછી 2000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે, તમે વિનર થયા છો તેવા કોલ આવે છે, તેમના દ્વારા PAYTM ઉપર આવનારા 2000ના સ્ક્રેચ કાર્ડને સ્કેચ કરતા તેમના એકાઉન્ટમાથી નાણાં જતા રહ્યા હતા. તેમણે આ અંગે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાણ કરી હતી. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સુરત સાઇબર સેલને આ ફરિયાદ ટ્રાન્સફર કરે છે અને પોલીસ જે તે નંબરના આધારે જેતે ફ્રોડ કરનાર વ્યક્તિ પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે.
આ પણ વાંચોઃનેશનલ કન્ઝ્યુમર ફોરમે 13 વર્ષ બાદ 2.75 લાખ વળતર ચૂકવવાનો કાર કંપનીને આદેશ કર્યો
લોકો જાગૃત હોવા છતાં છેતરાતા હોય છે
આજે પણ લોકો ટેક્નોલોજીકલ યુગમાં પોતે જાગૃત હોવા છતાંપણ ફ્રોડનો શિકાર બન્યાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકો છેતરપિંડીનો શિકાર બન્યાની ફરિયાદ લઈને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ખાતે જાય છે. વસ્તુની ગેરેન્ટી કે વોરંટી હોય તો જે તે વસ્તુને તેના કંપનીમાં પરત કરશે પણ જે તે કંપની તે વસ્તુ પરત લેવાનો કે બદલવાનો ઇન્કાર કરે છે, ઓનલાઈન કેસને લઈને જે પૈસાઓ કાપવામાં આવે છે, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા તે કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોધવી શકે છે.
શું તમે PAYTM વાપરો છો તો થઈ જાવ સાવધાન... આ પણ વાંચોઃગ્રાહક કાયદો તેના ધ્યેય હાંસલ કરી શકશે?
અમુક કંપનીઓને ગ્રાહક સુરક્ષાનો ડર નથી
દેશ હોય કે રાજ્ય કે પછી શહેર તેમાં અમુક કંપનીઓ એવી હોય છેકે જે લોકોને અમુક ચીજ-વસ્તુઓ ઓનલાઈન સારી દેખાતી હોય પણ જો તેની ખરીદી કરીને જયારે ઘરે આવે છે તો તે વસ્તુ ઓનલાઇન કરતા અલગ જ જોવા મળે છે અને અમુક કંપનીઓમાં એવું બનતું હોય છે કે ખરીદી કરતા પહેલા જ એમ લખ્યું હોય છે કે એક વાર વસ્તુ લીધા પછી ફરી પરત થશે નઈ. તેમાં લોકો છેતરાઈ જાય છે અને જયારે એમ કહેવામાં આવે છે કે અમે તમારા કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદો નોધવાઈશું ત્યારે તેનો પણ ડર રહેતો નથી.