ગુજરાત

gujarat

ETV Bharat / city

Bangladesh Delegation In Surat: સુરત ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ સરકારને 80 ટકા કોમર્શિયલ એક્સપોર્ટ ડ્યુટી હટાવવા માટે અનુરોધ

સુરત ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ સરકારને 80 ટકા કોમર્શિયલ એક્સપોર્ટ ડ્યુટી હટાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું એક પ્રતિનિધિમંડળ (Bangladesh Delegation In Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું હતું.

Bangladesh Delegation In Surat: સુરત ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ સરકારને 80 ટકા કોમર્શિયલ એક્સપોર્ટ ડ્યુટી હટાવવા માટે અનુરોધ
Bangladesh Delegation In Surat: સુરત ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ સરકારને 80 ટકા કોમર્શિયલ એક્સપોર્ટ ડ્યુટી હટાવવા માટે અનુરોધ

By

Published : Mar 22, 2022, 8:53 PM IST

સુરત: બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ (bgmea bangladesh vice president) મોહમ્મદ શાહીદુલ્લાહ અઝીમની આગેવાની હેઠળ બાંગ્લાદેશનું એક પ્રતિનિધિ મંડળ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (The Southern Gujarat Chamber of Commerce and Industry)ની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરે કોમર્શિયલ એક્સપોર્ટ ડ્યુટી (Commercial Export Duty) હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતથી બાંગ્લાદેશ કરવામાં આવતા કોમર્શિયલ એકસપોર્ટ (Commercial Exports from India to Bangladesh) પર 80 ટકા ડ્યુટી લાગે છે.

ભારતથી બાંગ્લાદેશ કરવામાં આવતા કોમર્શિયલ એકસપોર્ટ પર 80 ટકા ડ્યુટી લાગે છે.

કોમર્શિયલ એકસપોર્ટ પરની ડ્યુટી હટાવવા અનુરોધ-આથી તેમણે બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળ (Bangladesh Delegation In Surat) ને પ્રથમ તો આ ડ્યૂટી હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, આજે રૂબરૂ થયેલો વાર્તાલાપ આગળ પણ ઓનલાઇનના માધ્યમથી સતત જારી રાખીશું અને બાંગ્લાદેશ તથા ભારતના બાયર્સ અને સેલર વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટ્સ એસોસિએશન સેતુની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો:ઇન્ડોનેશિયામાં નહીં બનતા ફેબ્રિક્સ હવે સુરતથી સીધા ઇન્ડોનેશિયા થશે એક્સપોર્ટ

વાર્ષિક 40 બિલિયન યુએસ ડોલર જેટલું એકસપોર્ટ- સાથે જ તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા વિનિટ એક્ઝિબિશન અને યાર્ન એકસ્પો (vinit exhibition and yarn expo 22)માં બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ સહિતના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્સપોર્ટ્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહીદુલ્લાહ અઝીમે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણી વખત આવ્યા છે પણ સુરતમાં પ્રથમ વખત આવવાનું થયું છે. ભારતમાં સુરત એમએમએફ ટેક્સટાઇલનું હબ (Surat Hub of MMF Textiles) છે તે તેઓને આજે ખબર પડી છે.

બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એક્સપોર્ટર છે.

હવે સુરતથી જ કાપડ મંગાવશે-તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી તેઓ ભારતમાંથી કાપડ અનુક્રમે મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતા હતા. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે તેઓ સુરતથી જ કાપડ મંગાવશે (Bangladesh imports textiles from India) તેવી બાંયધરી તેમણે આપી હતી. બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એક્સપોર્ટર છે. વાર્ષિક 40 બિલિયન યુએસ ડોલર જેટલું એકસપોર્ટ કરે છે. તેઓની સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો (garment and apparel exports from india) ટાર્ગેટ 80 બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે અને તેઓને વિશ્વાસ છે કે, તેઓ સરળતાથી તેને હાંસલ કરી લેશે. કારણ કે, તેઓના ગારમેન્ટ એન્ડ એપેરલનો વિકાસ દર વાર્ષિક 40 ટકા જેટલો છે.

આ પણ વાંચો:કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

બાંગ્લાદેશમાં નવેમ્બર– 2022માં ફેશન વીક- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તેઓ ભારતમાંથી કોટન બેઇઝ્ડ કાપડની આયાત (cotton based fabrics Import from India) કરી રહ્યા છે. બાંગ્લાદેશ હાલ ભારતમાંથી વાર્ષિક 2.2 બિલિયન યુએસ ડોલરનો ટેક્સટાઇલ આધારિત માલ–સામાન આયાત કરી રહ્યું છે, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે એમએમએફ ટેક્સટાઇલની માંગ વધી રહી છે તે જોતા બાંગ્લાદેશને ચોક્કસપણે સુરત તરફ ધ્યાન કરવું પડશે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં નવેમ્બર–2022માં ફેશન વીક યોજાવાનો છે. આ ફેશન વીકમાં બાંગ્લાદેશના મોટાભાગના બાયર્સ ઉપસ્થિત રહેતા હોય છે. આથી તેમણે કાપડ બનાવતા સુરતના ઉદ્યોગપતિઓને તેઓની પ્રોડક્ટ આ ફેશન વીકમાં પ્રદર્શિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details