સુરત : ઉન વિસ્તારમાં TRB જવાન અને અન્ય એક યુવક વચ્ચે કોઈક કારણોસર માથાકૂટ થઈ હતી. જે બાદ યુવકે TRB જવાન પર હુમલો કરતા માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે હુમલો કરનાર યુવકની અટકાયત કરતા સબંધીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્ત TRB જવાનને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
TRB જવાન અને યુવક વચ્ચે માથાકૂટ બાદ TRB જવાન પર હુમલો - Attack on TRB jawan
સુરતના ઉન વિસ્તારમાં TRB પોલીસ જવાન અને યુવાન વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં યુવકે જવાન પર હુમલો કર્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચતા પરીજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
યુવક અને TRB જવાન વચ્ચે માથાકૂટ બાદ TRB જવાન પર હુમલો
જો કે, ઇજાગ્રસ્ત TRB જવાનને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટના અંગે સચિન GIDC પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.