ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેન્દ્ર મોદીને આ વ્યકિતએ આપી ચેલેન્જ, કહ્યું... - Asduddin Owaisi on Congress

સુરતમાં AIMIM પાર્ટી દ્વારા વિશાળ જનસભા યોજવામાં આવી (Public Meeting of AIMIM at Surat) હતી. અહીં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (AIMIM President Asaduddin Owaisi in Surat) પણ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભાજપ સહિત અનેક રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા.

નરેન્દ્ર મોદીને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે છે....
નરેન્દ્ર મોદીને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે છે....

By

Published : May 23, 2022, 12:04 PM IST

Updated : May 23, 2022, 2:10 PM IST

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે AIMIM દ્વારા આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ ગુજરાતમાં પગપેસારો કરવા માગે છે. ત્યારે AIMIMએ પણ ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની તમામ તૈયારી શરૂ કરી દીધી છે. તો આ તરફ મુસ્લિમ સમાજના જ યુવાનોએ અસદુદ્દીન ઓવૈસીને કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ કર્યો હતો. અહીં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં તમે જ્યાં સુધી પોતાનો અવાજ ગૂંજવશો નહીં ત્યાં સુધી તમારી સમસ્યાઓનું નિવારણ નહીં આવે.

મુસલમાનો પર થઈ રહ્યો છે અત્યાચારઃ ઓવૈસી

આ પણ વાંચો-'મને અલ્લાહનો ડર છે, મોદી અને યોગીનો નહીં' ગુજરાતમાં રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર

મુસલમાનો પર થઈ રહ્યો છે અત્યાચાર-જનસભામાં (Public Meeting of AIMIM at Surat) સંબોધતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM President Asaduddin Owaisi in Surat) જણાવ્યું હતું કે, ગુજરાતના મુસલમાનોને એવું લાગે છે કે, અમારી ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. અમને જેલમાં નાખવામાં આવે છે. અમારા ઘર અને અમારા વેપાર ઉપર બૂલડોઝર મશીન ચલાવી દેવામાં આવે છે. તો તમારે એક મોટી તાકાત બનવાની જરૂર છે. તમારા સૂત્રોચ્ચારથી તમારી સમસ્યાનું નિવારણ નહીં થાય. તમે બધા એક થઈને જો તમારી પાર્ટી બનાવશો. તો જ તમારો આવાજ સાંભળવામાં આવશે. તમારો હક મેળવવા મેદાને ઉતરવાનું છે.

સુરતમાં ઓવૈસીની જનસભા

આ પણ વાંચો-ઓવૈસીનો આરોપ - "કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને કઠપૂતળીની જેમ કંટ્રોલ કરવા માંગે છે"

દેશની સંસદમાં 540 સીટ સામે હું એકલો ઊભો છું - AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં (Public Meeting of AIMIM at Surat) ઉમેર્યું હતું કે, ગુજરાત અને ભારતના મુસલમાનો યાદ રાખો. તમે તમારા કિંમતી વોટથી તમારા ઉમેદવારને જીત અપાવી શકો છો. જો કોઈ કહેશે ગુજરાતના વિધાનસભા સીટ ઉપર 5થી 10 સીટ મુસલમાનની આવી ગઈ તો શું થશે. તમે વિચાર કરો. ભારત દેશની સંસદમાં 540 સીટ સામે તમારી દુઆઓથી હું એકલો ઊભો છું. તો પછી તો આખી સંસદે મારો અવાજ સાંભળવો પડે છે. લોકો કહે છે કે, ગુજરાતમાં ભાજપ મજબૂત છે, પરંતુ ભારત દેશની સંસદમાં 300ની સામે હું ઊભો છૂં. તો આજ ઉત્સાહ તમારે પણ જગાડવાનો છે. હું ગુજરાત તમારા માટે આવું છું. તમારામાં રહેલા તમામ પ્રકારની ચિંતાઓ દૂર કરવા માટે આવું છું.

સુરતમાં AIMIM પાર્ટી દ્વારા વિશાળ જનસભા યોજવામાં આવી

જીવતો છું ત્યાં સુધી બોલતો અને લડતો રહીશ - AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડું છું. તો મારી પાર્ટીને ફાયદો થાય છે. અન્યને ફાયદો થાય એટલે ચૂંટણી નથી લડતો. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારું કામ કરતો રહીશ. બોલતો રહીશું, લડતો રહીશ.

ઓવૈસીએ ભાજપ સહિત અનેક રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા

કૉંગ્રેસ અંગે ઓવૈસીએ શું કહ્યું - AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (Asduddin Owaisi on Congress) જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી દેશના ઈતિહાસમાંથી પૂરી થવા જઈ રહી છે. કૉંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીનો મુકાબલો નથી કરી શકતી. જો કોઈ મોદીને રોકવાનું જાણતો હોય તો તે છે અસદુદ્દિન ઓવૈસી છે. જો તમે કૉંગ્રેસને વોટ આપશો તો તેઓ જીતીને ભારતીય જનતા પાર્ટીમાં જશે. કૉંગ્રેસના નેતાઓ (Asduddin Owaisi on Congress) જીતીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને નરેન્દ્ર મોદી (Asduddin Owaisi on Narendra Modi ) સાથે બેસીને ચા પીવે છે. આ લોકો મુઘલોની વાત કરે છે, પરંતુ ભારતના મુસલમાનોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં પહેલી મસ્જિદ કેરળમાં બનાવવામાં આવી હતી. મુઘલોએ નહીં બનાવી હતી. આ લોકોને ફક્ત મુઘલો જ દેખાય છે.

સુરતની જનસભામાં (Public Meeting of AIMIM at Surat) AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, બીજી વાત કરવાને બદલે આ લોકો તાજમહેલ ખોદવાની વાત કરે છે. હું તો કહીશ કે, જો તાજમહલ ખોદવો હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની નીચે પણ મસ્જિદ છે. હું ખોદીને જોવા માગીશ. શું મોદીની (Asduddin Owaisi on Narendra Modi) આસ્થા અને ઓવૈસીની આસ્થામાં તફાવત છે? આ દેશ આસ્થા પર નથી ચાલતો. ભારતનો મુસલમાન દેશમાં કિરાયેદાર નથી ભાગીદાર છે. ભાજપને લાગે છે કે, મુઘલો જવાબદાર છે. તો પેટ્રોલના ભાવ વધારા માટે ઔરંગઝેબ જવાબદાર છે. બેરોજગારી માટે અકબર જવાબદાર છે. વધતી મોંઘવારી માટે શાહજહાં જવાબદાર છે.

Last Updated : May 23, 2022, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details