- સુરત તથા દેશના જ્વેલર્સઓ HUIDના વિરોધમાં 23 ઓગસ્ટના રોજ સ્ટ્રાઇક પર ઉતરશે
- 1500 જેટલા જ્વેલર્સઓ સ્ટ્રાઇક ઉપર
- કેન્દ્ર સરકાર દ્વારા BISને માન્ય કરવામાં આવ્યું છે
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા BISને સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમને લઈને જ્વેલર્સ ઉદ્યોગમાં આવકાર્યો છે, પરંતુ કસ્ટમર અને મેન્યુફેક્ચરિંગ માટે હોલમાર્કની રચના કરવામાં આવી. પરંતુ તેની સામે HUIDના નિયમ બરોબર નથી. સેલિંગની પદ્ધતિ વેચાણ કર્તાઓની જ્વેલર્સ સુધી રાખે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો આ નિયમને નહીં પાડનારાં જ્વેલર્સ સામે જેલ, દંડ અને લાયસન્સ રદ કરવાની જોગવાઈઓ છે. જેનાથી જ્વેલર્સની હાલત ખૂબ જ ખરાબ થઈ જશે. જેના કારણે 23 ઓગસ્ટના રોજ સુરતના જવેલર્સો આ સ્ટ્રાઇકમાં જોડાશે.
આ પણ વાંચો-વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને ગણદેવીકર જ્વેલર્સ દ્વારા વિધવા સહાય અપાશે
ટાસ્ક ફોર કમીટી બનાવામાં આવી છે
આ અંગે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાળાએ કહ્યું હતું કે, આપણા બંધનું એલાન ફક્ત સુરત પૂરતું નથી અને ગુજરાત પૂરતું પણ નથી. ઓલ ઇન્ડિયા પ્લાન નક્કી કર્યું છે. એક ટાસ્ક ફોર કમીટી બનાવામાં આવી છે. એમાં ઇન્ડિયાના ટોપ્સના જ્વેલર્સ શામેલ છે અને જેમ્સ એન્ડ જવેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલરે જીજેસી જે જેમ્સ એન્ડ જ્વેલરીની ફેરિદ્રેશન ફ્રેડ છે. તેનો ખાસ વિરોધ કરી રહ્યા છે અને આખી ટીમ વર્ક મિનિસ્ટર્સથી લગાવીને બધાને રીપ્રેઝન્ટ કરીને ઘણી બધી વસ્તુઓ મેઇન્ટેન કરે છે.
સુરતના 1500 જેટલા જ્વેલર્સ 23 ઓગસ્ટના રોજ કરશે હડતાલ આ પણ વાંચો-સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનું રેકોર્ડ હાઈથી 9,000 સસ્તું
જ્વેલર્સને BISના હોલ માર્કિંગ માટે કોઈ જ વિરોધ નથી
જ્વેલર્સને BISના હોલ માર્કિંગ માટે કોઈ જ વિરોધ નથી. અમે દિલથી આ કાયદાને આવકારીએ છે. ગ્રાહકને ઉચ્ચ ગુણવતાનું સોનુ મળી રહે તે જ ઇચ્છીએ છે અને અમારે એની માટે કોઈ જ વિરોધ નથી. કારણકે આજે સુરતમાં 15થી 20 વર્ષ સુધી હોલ માર્કિંગનો સેંટર્સ છે જ સારા જ્વેલર્સ તો કેટલા વર્ષોથી હોલ માર્કિંગ કરાવી રહ્યા છે અને સારું સોનુ આપી રહ્યા છે. જે લોકો નથી કરાવી રહ્યા તેના માટે ગવર્મેન્ટ એક ડ્રાઇવ હતું કે, બધા લોકો આમાં શામેલ થાય અને સારા લેવલનું જ્વેલરી ઓફ ક્વોલિટી કસ્ટમરને મળી રહે.