ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતીઓને નેચર પાર્કમાં મંગળવારથી સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા મળશે

સુરતના નેચર પાર્કમાં મંગળવારથી સુરતીઓને સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા અને મસ્તી જોવા મળી રહી છે. સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર આપવામાં આવ્યો છે.

સુરતીઓને નેચર પાર્કમાં મંગળવારથી સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા મળશે
સુરતીઓને નેચર પાર્કમાં મંગળવારથી સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા મળશે

By

Published : Nov 17, 2020, 5:01 PM IST

  • નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન
  • આજથી સુરતીઓને સિંહ અને સિંહણની જોડીને જોવાનો મળશે લાભ
  • નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી

સુરત: સુરતના નેચર પાર્કમાં મંગળવારથી સુરતીઓને સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા અને મસ્તી જોવા મળી રહી છે. સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર આપવામાં આવ્યો છે.

વેકેશનમાં લોકોને ફરવા માટે નવું નજરાણું

રાયપુર થી સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડી સુરતમાં આવી પોહચી છે. 3 વર્ષના સિંહ(આર્ય) અને 6 વર્ષની સિંહણ(વસુંધા) છે. સુરતના નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી છે. વેકેશનમાં લોકોને ફરવા માટે નવું નજરાણું મળ્યું છે.

સુરતીઓને નેચર પાર્કમાં મંગળવારથી સિંહ અને સિંહણની ગર્જના સાંભળવા મળશે

જંગલ સફારી નવા રાયપુરને નેચર પાર્ક દ્વારા જળ બિલાડીની જોડી આપવામાં આવી

સરથાણા નેચર પાર્કને જંગલ સફારી નવા રાઇપુર છત્તીસગઢમાંથી એક નર અને એક માદા સિંહની જોડી આપવામાં આવી છે. જ્યારે તેના બદલામાં જંગલ સફારી નવા રાયપુરને સુરત નેચર પાર્ક દ્વારા જળ બિલાડીની જોડી આપવામાં આવી છે. સિંહને લોકો સુધી ખુલ્લો મુકવા મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.

1,100 કિલોમીટરનું અંતર કાપી 7 નવેમ્બરના રોજ મોડી રાત્રે ટીમ સુરત પહોંચી

આ બંને જીવોને રોડ પરિવહન માર્ગ થઈ લઈ જવામાં આવ્યા હતા. 5 મી નવેમ્બરના રોજ નવા રાયપુરથી ટીમ સિંહની આ જોડને લઇ સુરત માટે રવાના થઈ હતી. આશરે 1,100 કિલોમીટરનું અંતર કાપી 7 નવેમ્બરના રોજ મોડી રાત્રે ટીમ સુરત પહોંચી હતી. ત્યારબાદ સુરત જુના કર્મચારીઓ અને સ્ટાફની હાજરીમાં સિંહના જોડાને ઉતારી તેમને તેના સિંહના પિંજરાના નાઈટ સેલટરમાં ઓબ્ઝેર્વેશ હેઠળ મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન

પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં 17મી નવેમ્બર થી જોઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details