સુરત : મુંબઈ સહિત દેશના હજારો લોકો સાથે 100 કરોડ રૂપિયાની છેતરપિંડીની (Fraud of Rs 100 crore ) 120 ફરિયાદ જેમની ઉપર નોંધાઈ હતી તેવા ફીનોમિનલ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ(Phenomenal Industrial Pvt ) કંપનીના ચેરમેન આરોપી નંદલાલ કેસરીસિંહ રાજપૂતની (Accused Nandlal Kesari Singh Rajput) સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ (Arrested by Surat Crime Branch) કરી છે. ઇન્સ્યોરન્સમાં રોકાણ (Invest in insurance)કરવા ઉપરનો વર્ષે ડબલ અને છ વર્ષ દરમિયાન બીમારીના તમામ ખર્ચની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રની લાતુર જેલમાંથી કબજો મેળવી તેના આઠ દિવસનો રિમાન્ડ મેળવ્યા છે.
લોભામણી લાલચ આપી છેતરપિંડી -સુરતમાં આર્થિક ગુનાની (Economic Crime in Surat ) આ વિગત જોઇએ તો દિલ્હી ગેટ વિસ્તાર ખાતે આવેલા બેલ્જિયમ સ્ક્વેરમાં વર્ષ 2018માં નવ દુકાનો ખોલી ફીનોમિનલ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ (Phenomenal Industrial Pvt ) સહિતની કંપની ખોલી ઇન્સ્યોરન્સમાં રોકાણના નામે અને એક લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર કંપનીના ચેરમેનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી (Arrested by Surat Crime Branch) છે. આરોપી નંદલાલ કેસરીસિંહ રાજપૂત (Accused Nandlal Kesari Singh Rajput)માત્ર સુરત જ નહીં પરંતુ મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં 9 વર્ષે નાણાં ડબલ કરી આપવાનું કહી કરોડો રૂપિયાનું (Fraud of Rs 100 crore ) ઉઠમણું કર્યું હતું.
આ પણ વાંચોઃ શું તમને પણ આવી રહ્યાં છે નકલી વીમા એજન્ટોના કોલ, તો અપનાવો આ ટ્રીક નહિં તો...