સુરત : મહિધરપુરામાં થયેલી 1.63 કરોડની લૂંટમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી (Arrest of Mahidharpura Robbers) પાડ્યા છે. આ ઘટનામાં વેપારી સાથે આવેલા દરબાર નામના વ્યક્તિએ એ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 64.10 લાખની મતા (Surat Crime news 2022)પણ કબજે કરી હતી.
આ ઘટનામાં વેપારી સાથે આવેલા દરબાર નામના વ્યક્તિએ એ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું કેવી રીતે બની હતી લૂંટની ઘટના
મૂળ મહારાષ્ટ્રના સાંગલીના ખાનાપુરના પારે ગામના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ લક્ષ્મી હોટલની પાસે રહેતા 38 વર્ષીય શરદભાઈ લક્ષ્મણભાઈ સોલંકર વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી ભગુનગર ખાતે અંબિકા બુલીયન નામે સોનાચાંદીનો જથ્થાબંધ વેપાર કરે છે. 6 જાન્યુઆરીના સવારે 11 વાગ્યે તે અમરેલી લાઠીના દામનગરના વેપારી દિલીપભાઈ દેવસંગભાઇ આલગીયાએ વરાછા મીનીબજાર સ્થિત પી.શૈલેશ આંગડીયામાં મોકલેલું 4300 ગ્રામ સોનું વરાછા ખોડીયારનગર સ્થિત એમ ટુ એમ કાપડની દુકાનના માલિક નિલેશભાઈ જાદવાણી પાસેથી મેળવી તેમના માણસ દરબાર સાથે મહિધરપુરા હીરાબજાર રંગરેજ ટાવર દુકાન નં.2 માં મુન સ્ટાર જવેલર્સના સાગરભાઈને આપવા નીકળ્યા હતાં. તેઓ મહિધરપુરામાં સોનું આપી રોકડા રૂપિયા 1.63 કરોડ એક બેગમાં મુકીને તેમની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિ સાથે પરત આવી રહ્યાં હતાં. આ દરમ્યાન કંસારા શેરીમાં વચ્ચે પહોંચ્યાં ત્યારે સફેદ મોપેડ પર ત્રણ અજાણ્યા તેમની બાજુમાં આવ્યાં હતાં અને ચપ્પુની અણીએ રૂપિયાની લૂંટ (Surat Crime news 2022) કરી ફરાર થઇ ગયાં હતાં.
મીતેશસિહ ઉર્ફે દરબાર સોનાના વેપારથી વાકેફ હતો
આ ઘટનામાં મહિધરપુરા પોલીસે તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં વેપારીની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિએ જ લૂંટની ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મીતેશસિંહ સુશીલસિંહ પરમાર ઉર્ફે દરબારની કડક પૂછપરછ કરી હતી. મીતેશસિહ ઉર્ફે દરબાર સોનાના વેપારથી વાકેફ હતો. આ મીતેશસિહ ઉર્ફે દરબારે મુખ્ય આરોપી અમરેલી દામનગર ખાતે રહેતા તૌસીફ જકીરભાઈ સૈયદ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને લૂંટ કરવા માટે રાજ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ દિલીપભાઈ કુવર, શનિ શાંતિલાલ કંથારીયા તથા સમીર નામના ઇસમોને પ્લાનમાં (Surat Crime news 2022)જોડી દીધાં હતાં. જેથી પોલીસે તપાસ (Surat Police Solved mahidharpura robbery case ) કરી ટીપ આપનાર મીતેશસિહ સુશીલસિહ પરમાર ઉર્ફે દરબાર, રાજ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે અને શનિકુમાર શાંતિલાલ કંથારિયાને ઝડપી (Arrest of Mahidharpura Robbers)પાડવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ સુરતના મહિધરપુરામાં તંગડી પેઢીના કર્મી પાસેથી 15 લાખની રોકડની લૂંટ
બે આરોપીઓ ફરાર
આ ઘટનામાં મુખ્ય આરોપી તૌસીફ જ્કીરભાઈ સૈયદ તથા સમીર ફિરોજભાઈ ભઈલુભાઈ ચુડાસમા હજુ નાસતાં ફરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 64.10 લાખ તથા બે મોબાઈલ અને એક મોપેડ કબજે (Surat Crime news 2022) કરી કાયદેસરની કાર્યવાહી (Arrest of Mahidharpura Robbers)હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Incident of theft in Surat: સુરતમાં બંધ મકાનમાંથી 10 લાખથી વધુની ચોરી