ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયા

સુરત શહેર અને ગ્રામ્ય બંનેમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગ્રામ્યમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા હતા. જ્યારે 2 દર્દીના મોત થયા હતા. આ સાથે જ વધુ 173 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયાસુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા વધુ 57 કેસ નોંધાયા

By

Published : Jun 4, 2021, 9:12 AM IST

  • ગ્રામ્યમાં દૈનિક કોરોનાના કેસ ઘટ્યા
  • કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી
  • હાલમાં 1,161 દર્દીઓ સારવાર હેઠળ છે

સુરતઃ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરાના વાઈરસના 57 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 2 દર્દીના મોત થયા હતા. આ સાથે 173 દર્દીઓ સાજા થયા હતા. જોકે, અત્યારે હોસ્પિટલમાં 1,161 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો-સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધી

ગ્રામ્યમાં કોરાના વાઈરસને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગ્રામ્યમાં કોરાનાના માત્ર 57 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને વાઈરસના લીધે કામરેજ અને મહુવામાં જ 1-1 એમ કુલ 2 મોત થયા હતા. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. હાલમાં જિલ્લામાં 1,161 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યારે ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,486ને પાર અને મુત્યુઆંક 465 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 29,860 પર પહોંચી છેConclusion:ઉમરપાડા તાલુકામા કોરાના ખાતું ન ખોલાવી શક્યો

સુરત શહેર અને ગ્રામ્ય બંનેમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહ્યા

આ પણ વાંચો-રાજકોટ જિલ્લામાં કુલ 605 ગામ માંથી 145 ગામો કોરોના મુક્ત

ઉમરપાડા તાલુકો કોરોનામુક્ત થયો

છેલ્લા ઘણા દિવસથી ઉમરપાડા તાલુકો કોરાના મુક્ત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, ઉમરપાડા તાલુકામાં છેલ્લા ઘણા દિવસથી કોરાના કેસ નોંધાઈ રહ્યા નથી. આજે પણ કોરાનાના એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે અન્ય તાલુકોઓની વાત કરીએ તો, ચોર્યાસી 2, ઓલપાડ 18, કામરેજ 2, પલસાણા 3, બારડોલી 11, મહુવા 19, માંડવી 1, માંગરોળમાં 1 કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details